પતંજલિ તેલના પાઉચના બોક્સની આડમાં લઈ જવાતો રૂ.૧૨ લાખ ૯૬ હજારનો ૩૬૦ પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉજાલા સર્કલ પાસે આવેલી આરએનસી ટ્રેડલિંક નામની દુકાન પાસેથી સંજીવ કુમાર ઉર્ફે સંજુ સુરતા રામ(અંબાલા, હરિયાણા), અજમેર શહેરાવત ઉર્ફે સોનુ રણદીપ શહેરાવત(હરિયાણા), મોનુ ભગવાનસિંહ(હરિયાણા), પ્રવીણ કુમાર ફતેસિંહ(હરિયાણા)ને ઝડપી લીધા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૨ લાખ ૯૬ હજારની કિંમતની વ્હીસ્કીની ૪,૩૨૦ બોટલ તથા રૂ.૫ લાખની કિંમતનો ટ્રક અને પતંજલિ તેલ અને પાણીના પાઉચ ભરેલા ખાખી રંગના પુઠ્ઠાના ૨૦૦ બોક્સ, ૪ મોબાઈલ મળી કુલ રૂ.૧૭ લાખ ૯૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે,આ દારૂનો જથ્થાની ડિલવરી અમદાવાદ શહેરમાં આપવાની હતી. હાલ પોલીસ દારૂનો જથ્થો મોકલનાર અને દારૂ મંગાવનારા શખ્સો અંગે તપાસ ચલાવી રહી છે.