સિવિલ હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, એક દલિત સમાજ સેવકે પોતાના પોતાના સમાજના લોકોને તેમની હકની જમીન મળી રહે તે માટે પોતાનો જીવ આપી દીધો છે. આ બહું જ શરમ જનક ઘટના છે. જીગ્નેશ મેવાણીએ આત્મ વિલોપન મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતની સત્તા પર બેઠેલી સરકાર દલિત વિરોધી સરકાર છે. દલિતોને પોતાની હકની જમીન માટે જીવ આપવો પડે, તો પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.