ગાંધીનગરમાં બેફામ બનેલા તસ્કરોએ હવે સેક્ટર-૧૧ ખાતે આવેલા જીમને ટાર્ગેટ બનાવ્યું છે. સેક્ટર-૧૧ સ્થિતિ તલવલકર્સ જીમનું લોકો ખોલી ઘૂસેલા તસ્કરોએ પહેલાં કેમેરો ફેરવી નાખ્યો હતો અને પછી લોકરમાં પડેલાં ૨.૨૦ લાખ રૂપિયા લઈ છૂ થઈ ગયા હતા. ઘટનાને પગલે સેક્ટર-૭ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. સેક્ટર-૧૧માં હવેલી આર્કેટ બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા તલવલકર્સ જીમમાં બ્રાંચ આસીસ્ટન્ટ મેનેજર એવા કલ્પેશ તુલસીદાસ વાઘેલા ગુરૂવારે રાત્રે ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે છ વાગ્યે ઓફિસ બોય પહોંચ્યો ત્યારે જીમનો દરવાજો ખુલ્લો હતો.
સેક્ટર-૨૨માં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટના મંગળવાર રાત્રે ૧૨ વાગ્યાની છે જોકે, ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ નોંધાતા સેક્ટર-૨૧ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આનંદપ્રકાશ ઈન્દ્રલાલ બબ્બર (૪૭ વર્ષ, રહે-ચાંદખેડા)એ સે-૨૧માં નોંધાવેલી ફરિયાદ મુજબ તે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ડિઝિટલ તીજોરીનું લોક ડેમેજ હતું. પાસે પડી રહેતી લોકની ચાવી પણ ગૂમ હતી. લોકરમાં પડેલાં ૨.૨૦ લાખ રૂપિયા ગૂમ હતા. જે જીમમાં ફ્લોરિંગનું કામ કરાવવા માટે લોકરમાં મુકી રાખ્યા હતા. ઘટનાને પગલે તેમણે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસને ચોરી પાછળ કોઈ જાણભેદુનો જ હાથ હોવાની શંકા છે. કારણ કે જીમ બંધ કરીને જતા કલ્પેશભાઈ ચાવી અલગ-અલગ જગ્યાએ મુકાતા હતા જેને સવારે આવતો ઓફિસ બોય લઈને ખોલતો હતો. એટલે કે ચાવી ક્યાં પડી તે કોઈ જાણભેદુ જ જાણતો હોય શકે. બીજી તરફ સામાન્ય રીતે જીમમાં મોટી માત્રામાં કેશ રહેતી નથી. ત્યારે ફ્લોરિંગના કામ માટે લાખો રૂપિયા પડ્યા હોવાની માહિતી કોઈ અંદરના વ્યક્તિને જ હોય શકે.