ગાંધીનગર જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ કંથારપુરાવડની મુલાકાત લીધી

522

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ૫૦૦ થી વઘુ વર્ષ પુરાણા એવા કંથારપુરા વડની મુલાકાત આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ લીધી હતી.

ગુજરાત રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડા પ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગર જિલ્લામાં લોકમુખે મીની કબીરવડ તરીકે જાણીતા બનેલા કંથારપુરા વડની મુલાકાત લીધી હતી. આ સ્થળને પ્રાકૃતિક પ્રવાસઘામની જેમ વિકાસવા માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ રાજય સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ગુજરાત યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ત્યાર બાદ ખૂબ જ સુચારું આયોજન માટેની પ્રક્રિયા હાથ ઘરાઇ હતી. આજે ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ કંથારપુર વડની મુલાકાત લીઘી હતી.

જેમાં કંથારપુરા વડ પર્યાવરણની સાથે એક પ્રવાસઘામ તરીકે વિકસે અને લોકોમાં વૃક્ષો પ્રત્યે મમત્વ પેદા થાય તેવા આશય સાથે તેના માટે થયેલી કામગીરીની ચર્ચા-વિર્મશ અધિકારીઓ સાથે કંથારપુરા ખાતે જ કરી હતી.

કલેકટરની મુલાકાત દરમ્યાન તેમની સાથે જિલ્લા વનસંરક્ષક અધિકારી, ગાંઘીનગર પ્રાંત અધિકારી એસ. એમ. ભોરણિયા, દહેગામ મામલતદાર જોડાયા હતા.

Previous articleઅમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલસેન્ટર ઝડપાયું
Next articleઆંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા, મંત્રી માંડવિયા જોડાયા