હેમરાજભાઈ પાડલીયા દ્વારા બલરામભવન ખાતે સુઝોક થેરાપી દ્વારા ઉપચારનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર તેમજ આસપાસના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો સાથે ઋષિવંશી સમાજના સભ્યોએ સેવા આપી હતી.
કેમ્પમાં આવનાર દર્દીઓ માટે ભોજન પ્રસાદની સુવિધા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આવેલા લોકોને લીધે આવા વધુ કેમ્પ કરવા માટે પણ હેમરાજભાઈ પાડલીયાએ તૈયારી દર્શાવી હતી. અત્યાર સુધી સેવાકીય ૯૦ કેમ્પનું સફળ આયોજન તેમના તરફથી થયું છે.