વિધાનસભામાં રાજયના અનેક પ્રશ્નોની સાથે સાથે ઉર્જા બચાવોની વાતો કરનાર સરકર જયાં બેસે છે, મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી જયાં બેસે છે તે સંકુલમાં આવેલી હેલોજન લાઈટો દિવસભર ચાલુ રહી હતી. જોકે શનિ-રવિ રજા હોવાથી વધુ ર૪ કલાક પણ આ લાઈટો ચાલુ રહે ત નવાઈ નહીં. સ્વર્ણિમ સંકુલમાં ઉર્જા વેડફાટ થતો હોવાનું જોઈ રોડ પરથી પસાર થતાં લોકોના મુખમાંથી એવું પણ સાંભળવ મળ્યું હતું કે ભલે ને ત્યાં લાઈટો સળગતી પરંતુ બીલ તો તમારાને મારા ખિસ્સામાંથી જ છેવટે તો જવાનું છે ને !! અને વાત પણ સાચી… આવી બેદરકારી દર્શાવનાર જવાબદાર પર પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે.