ભારતને ખુબ જ શક્તિશાળી અટેક હેલિકોપ્ટર અપાચેની પ્રથમ બેચ મળી ગઈ છે. આ પ્રથમ બેચમાં ચાર હેલિકોપ્ટર ભારત પહોંચી ગયા છે. આ હેલિકોપ્ટરોને હુમલાના મામલામાં વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટર તરીકે ગળવામાં આવે છે. હેલિકોપ્ટરની પ્રથમ બેચ ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. અગામી સપ્તાહમાં બીજા ચાર હેલિકોપ્ટર ભારત પહોંચી જશે. ત્યારબાદ બીજા આઠ હેલિકોપ્ટર પઠાણ કોટ પહોંચશે. ૨૦૨૦ સુધીમાં ભારતીય હવાઈ દળને સમજુતી મુજબ તમામ ૨૨ અપાચે હેલિકોપ્ટર મળી જશે. આ હેલિકોપ્ટરની વિશેષતા એ છે કે, આ હેલિકોપ્ટર દુશ્મનના ઘરમાં ઘુસીને પ્રહાર કરી શકે છે. અમેરિકાની સેના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયાભરમાં કંપનીએ હજુ સુધી ૨૧૦૦ અપાચે હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવ્યા છે. અમેરિકા સેનાએ પ્રથમ વખત ૧૯૮૪માં આ હેલિકોપ્ટરને પોતાના કાફલામાં સામેલ કર્યા હતા.
ભારતીય સેનામાં આ હેલિકોપ્ટરની ભૂમિકા વધારે ઉપયોગી રહેશે. અમેરિકાની કંપની બોઇંગ દ્વારા તૈયાર કરેલાં વિશ્વના ઘાતક હેલિકોપ્ટરોમાંથી એક અપાચે હેલિકોપ્ટર ભારતમાં પહોંચી ગયા છે. ભારતે બોઇંગ કંપની પાસે ૨૨ એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર કર્યા હતા. બોઈંગ કંપનીએ ટ્વીટર પર હેલિકોપ્ટર ભારત પહોંચી ગયા હોવા અંગેની જાણકારી આપી હતી. આ હેલિકોપ્ટરથી ભારતીય વાયુસેના હવે દુશ્મનના ઘરમાં ઘુસીને માર કરવાની ક્ષમતા વધી જશે. અમેરિકાની કંપનીનુ એએચ-૬૪ અપાચે હેલિકોપ્ટર દુનિયાભરમાં મલ્ટિ રોલ યુદ્ધક હેલિકોપ્ટર તરીકે જાણીતુ છે. લાંબા સમયથી અમેરિકાની સેનામાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. પણ હવે તેનો ઉપયોગ કરનાર દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં કંપનીએ હજુ સુધી ૨૧૦૦ અપાચે હેલિકોપ્ટર્સની સપ્લાય કરી છે. અમેરિકાની સેનાએ ૧૯૮૪માં પહેલી વખત અપાચે હેલિકોપ્ટરને પોતાના બેડામાં સામેલ કર્યા હતા. અપાચે હેલિકોપ્ટર એવું પહેલુ હેલિકોપ્ટર છે કે જે ભારતીય સેના માટે હુમલો કરવાનું કામ કરશે. ભારતીય સેના રશિયા નિર્મિત એમઆઈ-૩૫નો ઉપયોગ વર્ષોથી કરી રહી છે, પણ હવે તે રિટાયટરમેન્ટ થવા આવ્યું છે. અપાચેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે દુશ્મનની કિલ્લેબંધીને ભેદીને તેની સીમામાં ઘુસીને હુમલો કરી શકે છે. ભારતીય સેનાએ હજુ સુધી રશિયામાં બનેલા એમઆઈ-૩૫ યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ હેલિકોપ્ટર હવે નિવૃત થવાની કિનારે છે. અપાચેની ડિઝાઈન વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જેના લીધે તે દુશ્મનની સરહદમાં ઘુસીને સફળ હુમલા કરી શકે છે.