રાજુલાનાં રેશનિંગ કૌભાંડમાં ગઇકાલે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મળ્યા બાદ આજે મામલતદાર સહિતના તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને તપાસ હાથ ધરી છે. આ બાબતે મામલતદાર ચૌહાણે જણાવ્યું હતું કે આરોપી જે રેશનીંગ ચલાવે છે તેની નીચે આવતા ગ્રાહકોના ઘરે ઘરે તપાસ શરૂ કરાઇ છે નાયબ મામલતદારો તેમજ કસ્બા તલાટીઓની ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર મહિને કેટલો માલ મળે છે. ગ્રાહકો માલ લે છે કે કેમ નિયમ મુજબ માલમાં રેશનિંગ કાર્ડમાં એન્ટ્રી છે કે કેમ તેવા તમામ મુદ્દે ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે. આજે દિવસભર તપાસ ચાલી હતી.અત્રે નોંધનીય બાબત છે કે આ મસમોટુ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ ઘટના બહાર આવ્યા બાદ તંત્ર દ્વારા જો અગાઉ આવી તપાસ કરી હોય તો કદાચ આ સ્થિતિ આજે ન હોત ત્યારે હાલ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે જવાબદારો પુરવઠા વિભાગના અધિકારીઓ નાયબ મામલતદારોની આમ શું ભૂમિકા છે તે દિશામાં તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું.