ગુજરાત વિધાનસભાના ભવનના રિનોવેશનનો ખર્ચ કામ પૂર્ણ થવાના સમયે ૧૨૦.૯૭ કરોડના અંદાજ સામે વધીને ૧૩૫ કરોડ જેટલો થયો છે. કામગીરી દરમિયાન મંત્રીઓ, પદાધિકારીઓ અને વિધાનસભા સ્ટાફ દ્વારા સૂચવાયેલા અનેક સુધારાઓ તેમજ કેટલીક સુવિધાઓ નવી ઉભી કરવાને કારણે ખર્ચ વધ્યો હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે.
ગુંબજ સાથેના અદ્યતન સંકુલનું ૧૯મીએ રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન થશે વિધાનસભા સંકુલનું મોટા ભાગનું રિનોવેશન કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ ફિનિશિંગ ચાલી રહ્યું છે અને ૧૯મીએ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે સંકુલનું ઉદઘાટન થશે.
આ દિવસથી જ નવા ભવનમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થશે, જ્યારે નવા અધ્યક્ષ પણ આ જ દિવસથી કાર્યભાર સંભાળશે.