સરંભડાનાં પીપરીયા હનુમાનજી મંદિરે કોમ્યુનીટી હોલ ધરાશાયી થતા રોષ

559

ગારિયાધારના સરંભડા ગામના પીપળીયા હનુમાનજી મંદિરે કોમ્યુનીટી રાજકારણથી બનાવેલ પણ વરસાદના કારણે કડડભૂસ થયા લેખીતમાં જાણ કર્યા છતા કોઇ કાર્યવાહી ન થતા રોષ ભભૂક્યો છે.

લ્યો બોલો કોમ્યુનીટી હોલ ગામને મુકી ૩ કિલો મીટર દુર ૫૦૦ વર્ષ પહેલાની ધાર્મિક સુરાપુરા અને પીપળીયા હનુમાનજી મંદિરના આશ્રમે કાવાદાવા કરી ઘણા સમયથી બનાવી તો નાખેલ પણ વાયુવાવા જોડાયા સાવ જર્જરીત થઇ ગયેલની રજુઆત ગારીયાધાર ગામ આગેવાન અનકભાઇ ખુમાણ સહિત ગામ આગેવાનો દ્વારા કરેલ તંત્રને રજુઆત કે આ ખોટી રીતે બનાવેલ કોમ્યુનીટીની હોલનો મલબો પડુ પડુ થઇ રહ્યો છે અને ખરેખર બીજા વરસાદે કડડભૂસ કરતો મલબો જમીન દોસ્ત થઇ ગયો હનુમાનજી મહારાજની કૃપાથી કોઇ જાનહાની ન થઇ નહીંતર આ ધાર્મિક જગ્યા બારોટ સમાજના સુરા પુરા કે ગાય માતા માટે માથા વગરના ધડ રામબાપુ તેમજ મેરામબાપુ ખુમાણના ૫૦૦ વર્ષ આજુબાજુની ખાંભીયુ તેમજ ઇતિહાસિક પીપરીયા હનુમાનજી મંદિરનો આ આશ્રમે હજારો યાત્રાળુઓ અને ગારીયાધાર તેમજ સરંભડા  ગામના જવાનો મેઇન રસ્તાઓ હોય પણ હદ નસીબે કોઇ જાનહાની થઇ નથી પણ જ્યારે સુરાપુરા રામબાપુ પરિવારના વળદાનભાઇ બારોટનો સહપરિવાર દર્શને સરંભડા ગયો ત્યારે આ મલબાની પરિસ્થિતિથી હજી કોઇની જાનહાની ન થાય તે માટે તંત્ર દ્વારા મલબાનો કાટમાળ લઇ જાય નહીંતર. કોઇચીજ વસ્તુઓ કોઇ ઓછી થાય ચોરી જાય તેની જવાબદારી કોની તેમ ગામ આગેવાન અનકભાઇ ખુમાણ જણાવેલ છે.

Previous articleમિશન ગ્રીન બોટાદ અંતર્ગત પીંપળ વન ઓકિસજન પાર્ક નિર્માણ કાર્યક્રમ યોજાયો
Next articleલક્ષ્મીપુરા પ્રા.શાળામાં વૃક્ષારોપણ