ભાવનગર નાં જાણીતા ટેક્ષ એડવોકેટ તથા વેટ તેમજ જીએસટી કાયદાના પુસ્તકોના લેખક તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ટેક્ષેસન કમીટીના ચેરમેન ભરતભાઈ એલ. શેઠ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસના એકટીવીટી વર્ષ ર૦૧૯-ર૦ માટે સીનીયર વાઈસ પે્રસીડન્ટ તરીકે બીનહરીફ વરણી થયેલ છે. ફેડરેશનના બંધારણની જોગવાઈ મુજબ પે્રસીડન્ટની ચુંટણી કરવામાં આવતી નથી પરંતુ સીનીયર વાઈસ પે્રસીડન્ટની ત્યારબાદના વર્ષમાં પ્રેસીડન્ટ તરીકે વરણી કરવામાં આવે છે.
ફેડરેશનના સીનીયર વાઈસ પે્રસીડન્ટ તથા ત્યારબાદ પે્રસીડન્ટ સૌ પ્રથમ વખત ભાવનગરના ભરતભાઈની વરણી થયેલ છે તે ભાવનગરનું ગૌરવ છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા ટેક્ષ બાર એસોસીએશનના હોદેદારો તથા તમામ સભ્યોેએ ભરતભાઈની રાજય લેવલે થયેલ વરણીને આવકારેલ છે.