હાલ અષાઢ મહિનો પૂર્ણતાના આરે ત્યારે રાજુલા જાફરાબાદમાં ધોરી મહિનો ગણાતો અષાઢ હજુ મન મુકીને નહીં વરસતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલા, જાફરાબાદમાં શહેરમાં ખાખબાઇ ડેમ આવેલો છે. બાજુમાંથી ઘણો નદી તેમજ ધાતરવડી નદી પસાર થઇ રહી છે હાલ બંને કોરાધાકોર છે. રાજુલા જાફરાબાદ પંથકમાં મેઘરાજા મન મુકીને નહી વરસતા ખેડૂતો ખાસ કરીને રાજુલા જાફરાબાદ શહેરના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે આ બંને શહેરને પાણી પૂરૂ પાડતો ધાતરવડી ૧ ડેમ ખાલીખમ છે. માત્ર ૨ મહિના ચાલે તેટલું પાણી છે. જુલાઇ મહિનામાં ઘાનો નદી ધાતરવડી નદી તેમજ ડેમમાં પાણી હોય છે તે લોકો જોવા ઉમટી પડતા હોય છે. પણ હજુ આ બધુ ખાલી ખમ છે. ત્યારે ચિંતાનું મોજુ લોકોમાં જોવા મળી રહ્યું છે. પરંપરાગત હવન તેમજ તાજેતરમાં ભંડારીયા સુધીની પદયાત્રા પણ તાજેતરમાં યોજાઇ હતી. પણ હજુ તેમ છતાં મેઘરાજા રીસામણા કરતા હાલ લોકો ચિંતા અનુભવી રહ્યા છે.