પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા ‘નો બીલ નો પેમેન્ટ’ અભિયાન ચલાવાઇ રહ્યુ ંછે. જે અંતર્ગત ભાવનગર ડીવીઝનનાં રેલ્વે સ્ટેશનો પર યાત્રિકોને ખાણીપીણીનાં બીલ લેવા માટે જાગૃત કરવા ઉપરાંત રેલ્વે સ્ટેશનો પર ખાણીપીણીનાં સ્ટોલ તથા કેન્ટીનો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.
નો બીલ નો પેમેન્ટ અભિયાન અંતર્ગત ભાવનગર રેલ્વે ડિવીઝનનાં વાણિજ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા અલગ અલગ રેલ્વે સ્ટેશનો પર જઇને યાત્રિકોને રેલ્વે સ્ટેશન પર ખાણી પીણીનં બીલ માંગવા માટે જાગૃત કરાયા હતા. તેમજ સ્ટોલ ધારક ગ્રાહકોને બીલ આપે છે કે નહિં તેની પણ તપાસ કરવામાં આવી હતી. કર્મચારીઓએ ટ્રેનોમાં જઇને પણ બીલ લેવા માટે યાત્રિકોને માર્ગદર્શન, સાથે જાગૃત કરાયા હતા. અને બીલનો આગ્રહ રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને બીલ માટે જાગૃત કરાયા હતા અને પત્રિકાઓનું વિતરણ કરાયેલ રેલ યાત્રિકોને નક્કી કરાયેલા ભાવમાં જ વસ્તુઓ મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ અભિયાન ચલાવાઇ રહ્યું હોવાનું વાણિજ્ય મેનેજરે જણાવ્યું હતું.