રેલ્વે દ્વારા કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા અને વ્યક્તિત્વ નિખારવાનાં હેતુથી પ્રોજેક્ટ સક્ષમ-૨ અંતર્ગત તાલીમ અભિયાન ચલાવાઇ રહ્યું છે. તેનાં ભાગરૂપે દરેક કર્મચારીઓને કાર્ય સંબંધીત તાલીમ આપવામાં આવી રહી છે. ભાવનગર ડિવીઝન દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ વર્ગનાં કર્મચારીઓને વાણિજ્ય મેનેજર વી.કે.ટેલરનાં માર્ગદર્શનથી અરૂણ ગૌડ તાલીમ આપી રહ્યા છે.