‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે ભાવનગર ખાતે સુપોષણ ચિંતન સમારોહ

1434

મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ‘સહી પોષણ દેશ રોશન’ આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ માટે ‘સુપોષણ ચિંતન સમારોહ’ તથા સતત સેવારત રહેતા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને ‘માતા યશોદા એવોર્ડ’ તેમજ સાડી ગણવેશ વિતરણ અંગેનો કાર્યક્રમ ભાવનગર ખાતે ના યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી વિભાવરીબેન દવે એ જણાવ્યું હતું કે કુપોષિત બાળકને જીવનમાં આગળ વધવા ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી બાળકને ધારી સફળતા હાંસલ કરવામાં નિષ્ફળતા સાંપડે છે આથી સરકાર દ્વારા રાજ્યમાંથી કુપોષણ દૂર કરવા પુર્ણા યોજના,આંગણવાડી કિશોરી યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મુકાઇ છે અને આવી યોજનાઓથી સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓને તેમજ ગર્ભાવસ્થાથી જ બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમજ આવનારા દિવસોમાં આંગણવાડી, તેડાગર બહેનો તેમજ જિલ્લાની તમામ સગર્ભા બહેનોનો વીમાનો ખર્ચ પણ સરકાર દ્વરા ઉઠાવવામાં આવશે  તેમ જણાવી સરકારના આ પગલાને આવકાર્યુ હતું.

આ કાર્યક્રમમાં ઘટક કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ મહાનગરપાલિકા કક્ષાએ સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને મંત્રીના હસ્તે ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત કરાયો હતો તેમજ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ગણવેશ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સગર્ભા મહિલા અને ધાત્રી માતાને પોષણ કીટ અર્પણ કરાઇ હતી.

આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઇ મોરી, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર એમ.એ ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરો/અધિકારીઓ તેમજ આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરેલ્વે કર્મચારીઓને તાલીમ
Next articleમને સ્લો રોમાન્સ પસંદ છે : ભૂમિ પેડનેકર