ગાંધીનગરનાં સેકટર ૧૧ સ્થિત ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કોર્ટ રૂમની ઘટના કારણે લાંબા ફેમીલી કોર્ટને પાસેનાં બિલ્ડીંગમાં ખસેડવાની ફરજ પડી છે. જયારે ઘણા કોર્ટમાં તો પાર્ટીશન કરીને અલગ કરવા પાડ્યા છે. ત્યારે સરકાર દ્વારા હાલની કોર્ટ પર વધુ ૪ માળ બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે. જેની કામગીરી શરૂ કરવા માટે વકીલોનાં ટેબલો ખસેડવાની જરૂરીયાત ઉભી થઇ છે. જયારે બીજી તરફ વકીલો દ્વારા બે માળનાં બાંધકામ સામે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વકીલોને હંગામી જગ્યા ફાળવવા માટે પાસેનાં જ ખેતરમાં શેડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા હાલની કોર્ટ પર વધુ ૪ માળ બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે. જેની કામગીરી શરૂ કરવા માટે વકીલોનાં ટેબલો ખસેડવાની જરૂરીયાત ઉભી થઇ છે. જયારે બીજી તરફ વકીલો દ્વારા બે માળનાં બાંધકામ સામે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વકીલોને હંગામી જગ્યા ફાળવવા માટે પાસેનાં જ ખેતરમાં શેડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટનાં ૩ માળનાં હાલનાં બિલ્ડીંગમાં જુદા જુદા રૂમમાં ૨૫ જેટલી કોર્ટ બેસે છે જયારે ફેમીલી કોર્ટ તથા કન્સ્યુમર ફોરમ માટે જગ્યા ન રહેતા એમએસ બિલ્ડીગમાં ચલાવવાની ફરજ પડી છે. ત્યારે વર્તમાન કોર્ટનાં માળ વધારવા માટે સરકારમાં થયેલી દરખાસ્ત બાદ ગત વર્ષે ૪ માળ વધારવાની મંજુરી આપી દેવાઇ છે. પરંતુ ગાંધીનગર ડ્રીસ્ટ્રીક્ટ બાર અસોસિએશન દ્વારા ૪ માળ વધારવા મુદ્દે વિરોધ વ્યકત કર્યો હતો અને વકિલોનાં ટેબલોની વ્યવસ્થા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, સાથે સાથે વર્ષો જુનુ આ બિલ્ડીગ ભુકંપ પ્રુફ ન હોવાથી વધારાના માળ બનાવવા જોખમી બની શકે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
જયારે બીજી તરફ વધુ માળ બાંધવાની કામગીરી શરૂ કરવા તજવીજ શરૂ કરી દેવાઇ છે. ત્યારે હાલ કોર્ટ પરીસરમાં રહેલા વકીલોનાં ટેબલો તથા શેડ નડતરરૂપ બની રહ્યા છે. કારણે કે બાંધકામ સામગ્રી ઉતારવાથી માંડીને ઉપર ચડાવવા દરમિયાન ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે છે. જયારે બીજી તરફ ટેબલો ખસેડીને કયાં લઇ જવા તે મુદ્દે સવાલ કરીને વિરોધ કરતા હંગામી શેડ બનાવવા માટે નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કોર્ટની દિવાલની પુર્વમાં ખાલી પડેલી જમીન પર વકીલો માટે હંગામી શેડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વકીલોનાં ટેબલો ખસેડવાની જરૂરીયાત ઉભી થઇ છે.