ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાનાં ક્રિકેટર્સની એક કબડ્ડી ટીમ બનાવી છે. આ ટીમમાં વિરાટે ખુદને બહાર રાખ્યો છે, તો મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતને સામેલ કર્યા છે. વિરાટ કોહલી પ્રો કબડ્ડી લીગ ૨૦૧૯નાં મુંબઈ લેગની ઑપનિંગ મેચમાં પહોંચ્યો હતો.
વિરાટને જ્યારે ભારતીય ક્રિકેટર્સની કબડ્ડી ટીમ વિશે પુછવામાં આવ્યું તો સૌથી પહેલા તેણે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લીધું અને કહ્યું કે કોઈપણ ખચકાટ વગર તે ધોનીને પોતાની ટીમમાં સામેલ કરશે. તેણે કહ્યું કે, “કબડ્ડી ખેલાડીમાં તાકાત અને એથલેટિઝ્મની જરૂર હોય છે.” વિરાટે પોતાની કબડ્ડી ટીમ માટે ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને કેએલ રાહુલને પસંદ કર્યા છે. વિરાટે કહ્યું કે, “આ રમત માટે તાકાત અને એથલેટિક્સ જોઇએ આ માટે નિશ્ચિત રીતે ધોની, જાડેજા, ઉમેશ યાદવ મારી ટીમમાં છે. ઉમેશ ખરેખર ઘણો તાકાતવાળો છે. ઋષભ પંત પણ મારી આ લિસ્ટમાં સામેલ છે. હું જસપ્રિતને પણ મારી ટીમમાં રાખીશ કારણ કે ખરેખર તે પગનાં અંગૂઠા પર કામ કરી શકે છે.”વિરાટ કોહલીએ કહ્યું કે, “હું ખુદને આ ટીમમાં નહીં રાખું, કેમકે આ લોકો મારાથી વધારે તાકાવાળા અને એથલેટિક્સ છે. હું આમાં અંતિમ નામ લોકેશ રાહુલનું સામેલ કરવા ઇચ્છીશ.” વિરાટ કોહલીએ રાહુલ ચૌધરીને પોતાનો મનગમતો ખેલાડી ગણાવ્યો છે અને કહ્યું કે, “રાહુલ ચૌધરી અને અજય ઠાકુર મારી અને માહી ભાઈની કૉપી છે.” કોહલીએ કહ્યું કે તેને કબડ્ડીની રમતથી ઘણો જ પ્રેમ છે. તેણે કહ્યું કે, “પ્રો કબડ્ડી લીગ બાદ કબડ્ડીએ આપણા દેશની રમત સંસ્કૃતિમાં એક છલાંગ લગાવી છે.