૧૪મી વિધાનસભાનું ૧૯ ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ૫૬ ધારાસભ્યો નવોદીતો હોવાથી પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. બજેટ સત્ર શરૂ થવાની સાથે જ ગુજરાત વિધાનસભાના ભવનનું રિનોવેશન પણ થઈ ગયું છે. આ કામ ૧૩૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તો બીજી તરફ નવી વિધાનસભાની સાથે સાથે કુલ ૫૬ નવા એમએલએ પણ પહેલીવાર ગૃહમાં આવી રહ્યા છે. નવી વિધાનસભા અને નવા ધારાસભ્યોની સાથે રૂપાણી સરકાર સામે પડકારો પણ નવા છે. જેમાં હાલ દલિત આક્રોશથી લઈ રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી જેવા અનેક મુદ્દાઓ સામેલ છે.
હાલ રાજ્યભરમાં દલિત ભાનુભાઈના આત્મવિલોપનને લઈ પ્રદર્શનો થઈ રહ્યા હોવાથી તે મુદ્દો પણ ગૃહમાં ગાજવાની સંભાવના છે. આમ બજેટ સત્ર ધમાલિયુ બની જવાની શક્યતાઓ છે.
આ સિવાય રૂપાણી માટે પાર્ટીમાં રહેલો આંતરિક અસંતોષ પણ પડકારરૂપ છે. માત્ર એટલું જ નહીં, હાલ બીજેપી પાસે સભ્ય સંખ્યા પણ પહેલાની તુલનાએ ઘણી ઓછી હોવાથી વિપક્ષ મજબૂત સ્થિતિમાં છે. આમ આ સત્રમાં રૂપાણી સરકાર માટે બધું જ નવું છે.સતાધારી ભાજપના ૯૯ ધારાસભ્યો સામે વિરોધ પક્ષ પણ મજબૂત છે. જેમાં ભાજપના ૩૭ અને કોંગ્રેસના ૧૮ ધારાસભ્યો તથા એક અપક્ષનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોમાં પણ ૪૦ વર્ષથી ઓછી વયના ૨૧ છે, આમ વિધાનસભાના આ બજેટ સત્રમાં ભાજપ અને કોંગ્રેસના નવા નિશાળીયા વચ્ચે જોરદાર ટક્કર થશે.
૧૪મી વિધાનભસામાં ભાજપ ના ૩૭ ધારાસભ્યો નવા ચહેરા
૧- વિરેન્દ્ર જાડેજા (માંડવી )૨-માલતી મહેશ્વરી (ગાંધીધામ),૩-શશીકાંત પંડ્યા (ડીસા),૪- કિરીટ વાઘેલા (કામરેજ),૫-કરસન સોલંકી (કડી),૬-રમણ પટેલ (વિજાપુર), ૭-હિતુ કનોડીયા (ઈડર),૮- ગજેન્દ્ર પરમાર (પ્રાંતિજ),૯-બલરાજ ચૌહાણ (દહેગામ ),૧૦-કનુ મકવાણા (સાણંદ),૧૧- બલરામ થાવાણી (નરોડા),૧૨-પ્રદીપ પરમાર (અસારવા),૧૩-ધનજી પટેલ (વઢવાણ), ૧૪-અરવિંદ રૈયાણી (રાજકોટ ઈસ્ટ),૧૫- લાખાભાઈ સાગઠીયા (રાજકોટ રૂરલ),૧૬- ગીતાબા જાડેજા (ગોંડલ), ૧૭- દેવાભાઇ માલમ (કેશોદ) ,૧૮-રાઘવજી મકવાણા (મહુવા), ૧૯- ભીખાભાઇ બારૈયા (પાલીતાણા), ૨૦-મહેશ રાવલ (ખંભાત), ૨૧- ગોવિંદ પરમાર (ઉમરેઠ), ૨૨- અર્જુન ચૌહાણ (મહેમદાવાદ ),૨૩- કુબેરસિહ ડીંડોર (સંતરામપુર), ૨૪- સુમનબેન ચૌહાણ (કાલોલ), ૨૫- શૈલેષ ભાભોર (લીમખેડા), ૨૬-શૈલેષ મહેતા (ડભોઈ), ૨૭-સીમાબેન મોહિલે (અકોટા), ૨૮-વી. ડી ઝાલાવાડીયા (કામરેજ), ૨૯-અરવિંદ રાણા (સુરત ઈસ્ટ), ૩૦-કાંતિભાઈ બલ્લર (સુરત નોથૅ), ૩૧-પ્રવિણ ઘોઘારી (કરંજ), ૩૨-વિવેક પટેલ (ઉધના), ૩૩-વિનુભાઈ મોરડીયા (કતારગામ), ૩૪-અરવિંદ ચૌધરી (વ્યારા), ૩૫- રમેશ પટેલ (જલાલપોર), ૩૬-નરેશ પટેલ (ગણદેવી), ૩૭-અરવિંદ પટેલ (ધરમપુર )
૧૪મી વિધાનભસામાં કોગ્રેસના ૧૮ ધારાસભ્યો-એક અપક્ષ
૧-નાથાભાઈ પટેલ (ધાનેરા), ૨-અલ્પેશ ઠાકોર (રાધનપુર),૩- કિરીટ પટેલ (પાટણ), ૪-ચંદનસિહ ઠાકોર (સિધ્ધપુર),૫- ભરત ઠાકોર (બેચરાજી),૬- ધવલસિહ ઝાલા (બાયડ),૭-લાખાભાઈ ભરવાડ (વિરમગામ), ૮-ઈમરાન ખેડાવાલા (જમાલપુર -ખાડિયા), ૯- રાજેશ ગોહિલ (ધંધુકા),૧૦- નૌસાદ સોલંકી (દસાડા),૧૧- રૂત્વિજ મકવાણા (ચોટીલા), ૧૨-પરસોતમ સાબરીયા (ધ્રાંગધ્રા), ૧૩- લલીત વસોયા (ધોરાજી), ૧૪- ચિરાગ કાલરીયા (જામ જોધપુર), ૧૫-મોહનભાઇ વાળા (કોડીનાર), ૧૬- જે વી કાકડીયા (ધારી), ૧૭-અમરીશ ડેર (રાજુલા). ૧૮-ગેનીબેન ઠાકોર (વાવ).
આ ઊપરાંત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ પ્રથમ વખત વિધાનસભામા પગ મુકશે.