ટોચની ૧૦ કંપની પૈકીની ૪ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

494

સેંસેક્સની ટોચની ૧૦ કંપનીઓ પૈકી ચાર કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સંયુક્તરીતે ૮૪૪૩૨.૮૦ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. એચડીએફસી અને એચડીએફસી બેંકને સૌથી વધારે નુકસાન થયું છે. આ સપ્તાહના ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. જો કે, ટીસીએસ, હિન્દુસ્તાન યુનીલીવર, ઇન્ફોસીસ, આઈટીસી, કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. છ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૨૨૦૫૮.૩૦ કરોડ રૂપિયા વધી ગઇ છે જે ચાર કંપનીઓને થયેલા નુકસાનની સરખામણીમાં ઓછી છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહ દરમિયાન સૌથી વધારે ૨૬૯૦૦.૬ કરોડ ઘટીને ૬૨૨૪૦૧.૯૦ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી ઘટીને ૩૭૪૧૩૧.૫૩ કરોડ થઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૨૨૧૨૩.૪ કરોડ રૂપિયા ઘટીને ૭૬૯૬૨૭.૩૩ કરોડ રૂપિયા થઇ ગઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડી વધીને ૭૯૧૩૦૨.૮૯ કરોડ થઇ ગઇ છે. રિલાયન્સની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયા બાદ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ ફરી એકવાર નંબર એક બની ગઇ છે જ્યારે રિલાયન્સ બીજા સ્થાને છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સેંસેક્સમાં ૪૫૪ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૩૭૮૮૨ થઇ ગઇ છે.  આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં માર્કેટ મૂડીને લઇને ફરી સ્પર્ધા જામે તેવા સંકેત છે.

Previous articleપેપ્સીકો યુપીમાં ગ્રીનફિલ્ડ સ્નેક્સ યુનિટ માટે તૈયાર
Next articleરાજકોટમાં પોલીસ સ્ટેશન બહાર કરણીસેનાએ બોલાવી રામધૂન નોંધાવ્યો અનોખો વિરોધ