રાજુલા તાલુકાના દાતરડી ગામના જંગલમાં જ્યાં સિંહો અને વન્યપ્રાણીઓનો વિસ્તાર હોય શિકારીઓએ જાણી બુજી આખુ જંગલ સળગાવ્યું. વન વિભાગમાં દોડધામ મચી અને તેની બેદરકારીની પોલ ખુલી પડી જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
રાજુલા તાલુકાના દાતરડી ગામના જંગલ વિસ્તારમાં સિંહોનો જબ્બર વસવાટ છે તેમજ અનેક વન્ય પ્રાણીઓ ત્યાં વસે છે તે માટે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની કુંડી પણ શોભાના ગાઠીયા સમાન છે. પાણી માટે અહીં તહીં ભટકતા વન્ય પ્રાણીઓના શિકારાર્થે શિકારીઓએ જાણી બુજી વનમાં આગ લગાડી છે અને અકસ્માતે આગના ગાણા ગાતું વન વિભાગને આરટીઆઈ એકટીવીસ્ટે જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, જો અકસ્માતે વનમાં આગ લાગી હોય તો વચ્ચે સ્ટેટ રોડ પર ડામરથી મઢેલો છે તો રોડને ઠેકીને બન્ને સાઈડ સળગે ? આવા સવાલના જવાબોમાં વન વિભાગ ગેંગે-ફેંફે કરતા થઈ ગયા છે. આ આગમાં હજારો વન્ય પ્રાણીઓનો ખાતમો બોલી ગયો છે તેની કિંમત વન વિભાગે ચુકવવી પડશે નહીં આવે તો દાતરડી-જોલાપર સહિત ૪ ગામોની જનતા રોડ ચક્કાજામ કરવા મજબુર થઈ શું તેવી ચિમકી આપવામાં આવેલ.