અમદાવાદમાં એક જ પરિવારમાં બે મૃત્યુની કરૂણાંતિકા સર્જાય 

560

અમદાવાદમાં દાદાના મૃત્યુ ના સમાચાર આપવા નિકળેલા યુવાન પૌંને અકસ્માભત નડી જતા તેનું પણ કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોકની માંગણી ફેલાઇ જવા પામી છે. અમદાવાદ શહેરમાં એક ગોજારા અકસ્માતે આશાસ્પદ યુવાનનું મોત થયું છે. વિધીની વક્રતા કહો કે કહો સંજોગ પરંતુ સવારે મૃત્યુ પામેલા દાદાના અવસાનની જાણ કરવા નીકળેલા પૌત્રને જ કાળે કોળિયો બનાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારે એક જ દિવસમાં મોભી અને પુત્ર ગુમાવતા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમદાવાદમાં બસ અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક શુભમ રાવત ઘાયલ થયો હતો. શુભમ રાવતને ઇજા પહોંચતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે દાદાનું મોત થયું હોવાથી સ્વજનને દાદાના મૃત્યુની જાણ કરવા જઈ રહેલા શુભમને અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં અકસ્માત નડ્‌યો હતો. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે મોડી રાત્રે શુભમનું એક્ટિવા બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કર લાગતા શુભમને તાત્કાલિક અસરથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક્ટિવામાં બે યુવકો સવાર હતા જેમાંથી શુભમ રાવતનું મૃત્યુ થતાં પરિવારે એક જ દિવસમાં બે વ્યક્તિ ગુમાવ્યા હતા.

Previous articleએકસાથે બે સોસા.ના ૪ બંધ મકાનનાં તાળાં તૂટ્યાં, ૧ લાખની ચોરી
Next articleસાબરમતી રેલવે સ્ટેશનથી ૨૩ કિલો ચરસ જપ્ત કરાયો