દૂધસાગર ડેરીએ સામાન્ય સભામાં દૂધ ઉત્પાદકોના લાભાર્થે ભાવફેર આપવાનો ઠરાવ કર્યો હતો. આજે મળેલી ડેરીની સામાન્ય સભામાં ઠરાવને મંજૂરી આપી નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને રૂપિયા ૧૬૦ કરોડનો ભાવ ફેર મળશે.
દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે અમે રૂપિયા ૧૨૦ કરોડનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. અમે આજે મળેલી સાધારણ સભામાં ઠરાવ કર્યો છે કે આ વર્ષે ૨૫-૩૦ ટકાનો વધારો કર્યો છે, જેના લીધે ખેડૂતોને રૂ. ૧૬૦ કરોડનો ભાવ વધારો આપવામાં આવશે.