ઉન્નાવ દુષ્કર્મઃ અકસ્માતમાં કાકી-વકીલનું મોત, પીડિતાની હાલત ગંભીર

462

ઉન્નાવ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનારી કિશોરીના પરિવારને માર્ગ અકસ્માત નડ્‌યો, રેપ પીડિતા કિશોરી રાયબરેલીમાં કાકાને જેલમાં મળવા જઇ રહી હતી. એ દરમિયાન આ દુર્ઘટના બની, આ ઘટનામાં પીડિતાની કાકીનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું, ઘાયલ રેપ પીડિતા અને વકીલને લખનઉના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ દુર્ઘટના રાયબરેલી જિલ્લાના અતરુઆ ગામમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, રેપ પીડિતા પોતાની કાકી અને વકીલ મહેન્દ્ર સિંહ સાથે રાયબરેલી જઇ રહી હતી. દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો પહોંચી ગયો અને ઘાયલોને સારવાર અર્થે લખનઉ ખસેડ્‌યા. અહીં ટૂંકી સારવાર બાદ વકીલ મહેન્દ્રસિંહનું પણ મૃત્યુ થઇ ગયું. તો રેપ પીડિતાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે ઉન્નાવના બાંગરમઉના ધારાસભ્ય કુલદીપ સેંગરે તેની સાથે ૪ જુને ૨૦૧૭ પોતાના આવાસે દુષ્કર્મ આચર્યું. અહીં તે પોતાના એક સંબંધી સાથે નોકરી માગવા ગઇ હતી. ભાજપ ધારાસભ્ય કુલદીપ વિરુદ્ધ ઉન્નાવમાં માખી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.  આ મામલે સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી હતી, જે સ્વીકારવામાં આવી છે. કુલદીપ ઉન્નાવની અલગ-અલગ વિધાનસભા સીટ પરથી ચાર વખત સતત ચૂંટાયા છે.

Previous articleઅષાઢના અંતે હજુ ખેડૂતોને વાવણીલાયક વરસાદની વાટ
Next articleદેશના માહોલ પર ચિંતા વ્યક્ત કરનારા સામે કેસ દાખલ થયો