ધામેલ-ધામેલ પરા-શીતળા પરા-હજીરાધાર ને હરિયાળું બનાવવા સદગુરૂ ધૂન મંડળ તેમજ પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ ગામના સરપંચ મધુભાઈ કાકડીયા તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રેરક પ્રવુતિ વૃક્ષારોપણ ની સાથે વૃક્ષ ઉછેર નો સંદેશ આપતા સંસ્થાના યુવાનો. લાઠી તાલુકામાં આવેલ ધામેલ-ધામેલ પરા-શીતળા પરા- તેમજ હજીરાધાર ગામ માં પશુ પક્ષીઓ ના આશરો થાય તેમજ પર્યાવરણ શુદ્ધિ ના આશય સાથે વૃક્ષો વાવી વૃક્ષો ઉછેરવાના શપથ લીધા પર્યાવરણ પ્રકૃતિના જતન જાળવણી માટે હૃદય સ્પર્શી અપીલ સાથે વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષ ઉછેર માટે સંસ્થા દ્વારા પ્રેરણાત્મક સંદેશ આપ્યો વૃક્ષારોપણ સાથે-સાથે ઉછેર કરોની શીખ સાથે ગામને ક હરિયાળા બનાવવાનો અનુરોધ કર્યો.