૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જિલ્લામાં ભારે વરસાદ, ડાંગના આહવામાં ૩ ઇંચ

1654

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૯ જિલ્લાના ૧૦૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૨૮મી જુલાઇ સવારે ૬.૦૦ વાગ્યા સુધી સિઝનનો સરેરાશ ૩૨.૬૦ ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ડાંગના આહવામાં ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે વલસાડના કપરાડામાં પોણા ૩ ઇંચ અને ડાંગના સુબરીમાં પોણા ૩ ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તે માટે બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

૨૪ કલાકમાં ડાંગના વઘમાં ૨.૫ ઇંચ, નર્મદાના નાંદોમાં ૨.૫ ઇંચ, વલસાડના વાપીમાં પોણા ૨ ઇંચ, તાપીના નિઝરમાં ૧.૫ ઇંચ, વલસાડના ધરમપુરમાં ૧.૫ ઇંચ, તાપીના વલસાડમાં ૧.૫ ઇંચ, તાપીના વાલોદમાં ૧.૫ ઇંચ, સુરતના મહુવા અને માંગરોળમાં ૧.૫ ઇંચ, વડોદરાના સિનોરમાં ૧.૫ ઇંચ, ભરૂચના આમોદમાં સવા ઇંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા ઇંચ, વલસાડના ઇઉમમરગામમાં સવાર ઇંચ, વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આ આગાહીના પગલે તંત્ર સાબદું કરાયું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જે સંદર્ભે જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. ૨૭ સભ્યોની દ્ગડ્ઢઇહ્લની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહી ને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તે માટે દ્ગડ્ઢઇહ્લની ટીમ હાલ બનાસકાંઠા સ્ટેન્ડ બાય રખાઈ છે.

Previous articleસદ્દગુરૂ ધૂન મંડળ દ્વારા વૃક્ષારોપણ
Next articleસોમનાથ મંદિરના ૧૫૦૦ કળશોને સોના દ્વારા મઢાશે