રાજાશાહી વખતથી કોળી કંથારીયા-બાલાનીવાવનો પૌરાણિક રસ્તો લોકશાહીના ૭૦ વર્ષમાં ડામર જ ન ભાળ્યો.
સરકારમાં મંજુર થઈ ગયો પણ બનશે ક્યારે માંડ માંડ મંજુર કરાવ્યો અને હવે કામ શરૂ નહીં થાય તો લોકો દ્વારા ચક્કાજામની ચિમકી આપી છે.રાજાશાહી વખતથી આજદિન સુધી કોળી કંથારીયાથી બાલાનીવાવ કે જ્યાં નેશનલ હાઈવેને મળતો અતિ મહત્વનો પાંચ ગામના વિદ્યાર્થીઓથી લઈ આમ જનતાને પરેશાનીનો સામનો કરવો પડતો હોય આ બાબતે જિલ્લા પંચાયતના પુનાભાઈની રજૂઆતથી માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાએ પણ રજૂઆત કરતા ધારાસભામાં આ પ્રશ્ન હીરાભાઈએ ઉઠાવતા આ રોડને મંજુરીની મહોર ૬ મહિના પહેલા લાગી ગયેલ હોય પણ આજદિન સુધી આ રોડ બનાવવાની કોઈ કાર્યવાહી થઈ નથી અને ફરી પાછા કરણભાઈ બારૈયા તાલુકા પ્રમુખ જાફરાબાદ અને જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ દ્વારા રજૂઆત ગાંધીનગર સુધી કરેલ છે અને જાડી ચામડીવાળા અધિકારીઓને ભાન કરાવવા સારૂ એક ચિમકી પણ ઉચ્ચારી છે કે રાજ્ય સરકાર તો વિકાસના કાર્યો કરવા સદા તત્પર છે પણ માલખાઉ અધિકારીઓને ટેબલ નીચેથી માલ નહીં મળતા આ મંજુર થયેલ રોડ શરૂ કરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે ચક્કાજામની તૈયારી કરી રહ્યાં છે.