સુરત કામળેજ પોલીસ સ્ટેશન તથા સુરત વરાછા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૩૦૨,૩૦૭, વિગેરે મુજબના ગુન્હામાં આરોપી કિશન રમશેભાઇ ખોખર/પટેલ ઉવ.૨૫ રહે. ૧૧૧ પ્રભુકૃપા સોસાયટી કાપોદ્રા સુરત મુળ નાની વાવડી તા. ગારીયાઘાર જી.ભાવનગર વાળાની વિરૂધ્ધ માં નોઘાયેલ અને આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવા માં આવેલ હતો અને તે દરમ્યાન આરોપી એ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૨/૦૭ થી દિન-૦૭ ની પેરોલ રજા ઉપર વડોદરા જેલ માંથી મુકત કરવામાં આવેલ અને રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં શકિતસિંહ સરવૈયા, દિલીપભાઇ ખાચર ને બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી કિશન રમશેભાઇ ખોખર/પટેલ તેના ગામ નાની વાવડી ખાતે હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો નાની વાવડી ગામે જઇ મુજકર પેરોલ રજા ઉપરના સજા પામેલ આરોપી કિશન રમશેભાઇ ખોખર/પટેલને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.