સિંધી સમાજના ચાલીસા વ્રતનો આજથી પ્રારંભ થયો છે. ભાવિકોએ દેવસ્થાનમાં દર્શન, પૂજન કરીને ચાલીસા વ્રતનો પ્રારંભ કર્યો હતો. માધવ દર્શન નજીકનાં નવા ગુરૂદ્વારા ખાતે સિંધી સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગરના ઘોઘાગેઇટ ખાતે આવેલ સંત પ્રભારામ જલાશ્રમ મંદિર સહિતના સિંધી સમાજના દેવસ્થાનોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા.
ચાલીસ દિવસ સુધી ચાલતા આ વ્રતમાં ભાવિકો વિવિધ નીતિ નિયમોનું પાલન કરી ભગવાન ઝુલેલાલની આરાધના કરે છે. સિંધી સમાજના દેવસ્થાનોમાં પણ સત્સંગ, કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમ સાથે ચાલીસાની ઉજવણી કરવામોં આવનાર છે.