ઘોઘારોડની ૩ સોસાયટીઓનાં રહિશો રસ્તા ઉપર ચીકણી માટીથી પરેશાન

646

ભાવનગર શહેરનાં ઘોઘારોડ ઉપર સીતારામ હોસ્પિટલ પાસે આવેલી ત્રણ સોસાયટીનાં રહિશો હાલમાં રસ્તા ઉપર ફેલાયેલી ચીકણી માટીથી મુશ્કેલીમાં મુકાયા છે. ઘરની બહાર નિકળતા જ વાહનો સ્લીપ થવાનાં બનાવો બની રહ્યા હોય સ્થાનિક લોકોએ તંત્ર દ્વારા ચીકણી માટી ઉપાડી પરાજુ નાખવાની માંગણી કરી હતી. શહેરનાં ઘોઘારોડ પર સીતારામ જનરલ હોસ્પીટલ પાસે આવેલી હરિદર્શન, ચંદ્રદર્શન તેમજ ચંદ્રપ્રકાશ સોસાયટીનાં રસ્તે ડ્રેનેજ કામ માટે તંત્ર દ્વારા ખોદાણ કામ  કરેલ હોય અને માટીનો મોટો ઢગલો કર્યો હોય અને છેલ્લા દિવસોમાં પડી રહેલા હળવા ભારે વરસાદનાં કારણે આ માટી રસ્તા ઉપર ફેલાઇ જતા રસ્તો ચીકણો બની ગયેલ છે. માટી વાળા ચીકણા રસ્તા ઉપર પસાત થતાની સાથે જ વાહનો સ્લીપ થઇ રહ્યા છે. અને લોકોને રસ્તા ઉપરથી પસાર થવું ભારે મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક રહીશોને પોતાનાં બાળકોને શાળાએ જવા માટે તેડીને કે ખંભા ઉપર બેસાડીને સીતારામ હોસ્પીટલ સુધી લઇ જવા પડે છે ત્યારે આજે ત્રણેય સોસાયટીનાં લોકોએ એક્ઠા થઇને મીડીયા સમક્ષ ભારે રોષ ઠાલવ્યો હતો. અને તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા ઉપરથી ચીકણી માટી ઉપાડી ત્યાં પરાજુ નાખવાની માંગણી કરી હતી.

Previous articleસિંધી સમાજના ચાલીસા સાહેબ વ્રતનો પ્રારંભ…
Next articleકુડા ગામે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયનું મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું