થાઈલેન્ડ ઓપન : આજે સિંધુની નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર

550

સતત બે ટૂર્નામેન્ટોમાં જાપાનની અકાને યામાગુચી સામે હારનો સામનો કરનારી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનમાં જ્યારે ઉતરશે તો તેની નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર હશે.

સિંધુએ ઈન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચીને લયમાં હોવાના સંકેત આપ્યા હતા પરંતુ જાપાન ઓપનમાં તેની સરફ ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી ન શકી. બંન્ને ટૂર્નામેન્ટોમાં તેણે યામાગુચી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટથી સાત મહિનાના ટાઇટલના દુકાળને પૂરો કરવા મેદાને ઉતરશે.

ચોથી વરીયતા પ્રાપ્ત સિંધુ મહિલા સિંગલ્સમાં પોતાના અભિયાનનો પ્રારંભ ચીનની હાન યૂઈ વિરુદ્ધ કરશે. જાપાન ઓપનના પ્રથમ રાઉન્ડમાં તે આ ખેલાડી વિરુદ્ધ જીત મેળવી ચુકી છે. સિંધુ જો શરૂઆતી પડકારને પાર કરી શકે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સ્થાનિક ખેલાડી રતચાનોક ઇંતાનોન સામે થશે.

ટૂર્નામેન્ટમાં સાઇના નેહવાલને સાતમી વરીયતા આપવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઈજાને કારણે કોર્ટથી દૂર છે. સ્વાસ્થ્યના કારણોથી તેણે ઈન્ડોનેશિયા અને જાપાન ઓપનમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. તે આગામી મહિને વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા લયમાં આવવા ઈચ્છશે. અહીં પ્રથમ રાઉન્ડમાં તેનો સામનો ક્વોલિફાયર ખેલાડી સામે થશે.

પુરૂષોના ડ્રોમાં શુભંકર ડેને પ્રથમ રાઉન્ડમાં જાપાનના ટોપ વરીય કેન્ટો મોમોટાના મોટા પડકારનો સામનો કરવો પડશે. જાપાન ઓપનના સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી કાંતાપોહ વાંગચારોનનો સામનો કરવો પડશે.

Previous articleકોટરેલે સેના પ્રત્યે ધોનીના સમર્પણની કરી પ્રશંસા, સાચો દેશભક્ત ગણાવ્યો
Next articleટી-૨૦ બ્લાસ્ટમાં ગુપ્ટિલનો ધમાકેદાર અંદાજ… ૧૮ બોલમાં અડધી સદી ફટકારી