ભારતની વીડિયો સર્વેલન્સ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરા પાડતી અગ્રણી કંપની પ્રમા હિકવિઝને ગુજરાતમાં રાજકોટ ખાતે ૨૪ જુલાઇએ હિકવિઝન એક્સ્પો ખાતે બ્રેવરી એવોડ્ર્ઝની તેની સૌપ્રથમ આવૃત્તિનો સફળતાપૂર્વક પ્રારંભ કર્યો હતો. સૌપ્રથમ વખત રજૂઆત કરાયેલ બ્રેવરી એવોર્ડઝનો ઉદ્દેશ અસાધારણ સંજોગોમાં પોલીસ કર્મચારીઓને ઓળખી કાઢવાનો અને તેમના દ્રષ્ટાતરૂપ, અપવાદરૂપ પ્રશંસાપાત્ર અને શૌર્ય કાર્યો માટે સન્માનિત કરવાનો છે. બ્રેવરી એવોડ્ર્ઝ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી અને ડીજીપી જાડેજા દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ટિપ્પણી કરતા પ્રમા હિકવિઝનના એમડી અને સીઇઓ આશિષ પી. ધાકને જણાવ્યું હતું કે, “અમે સૌપ્રથમ વખત ‘બ્રેવરી એવોર્ડઝ’ શરૂ કરતા ભારે ખુશી અનુભવીએ છીએ, જે પોલીસ કર્મચારીઓને ભારતના નાગરિકોની જિંદગી અને મિલ્કતોનું રક્ષણ કરવા માટે અપવાદરૂપ હિંમત દાખવીને દાખલો બેસાડ્યો છે તેમને ઓળખી કાઢે છે અને આપવામાં આવે છે. નાગરિકોને સલામતીને અગ્રમતા આપવાના અમારા હેતુને વળગી રહેતા એવોર્ડઝ પોલીસ કર્મચારીઓને તેમની ફરજ કરતા વધુ કંઇક કરવાની અને દેશભરમાં સલામત વાતાવરણ ઊભુ કરવા પ્રેરણા આપવાની દિશામાં એક આગવું કદમ છે.
પોતાના ચાવીરૂપ સંબોધનમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બનાવોની તપાસ અને વધુ એનાલિટીક્સ ઊભા કરવા માટે વધુ ટેકનોલોજી લાવવા માટે હિકવિઝનને પોત્સાહન આપ્યું હતું. તેમણે વધુમા કહ્યું કે નવીનતમ ટેકનોલોજી જેમ કે ફેસ રેકોગ્નિશન ગુન્હાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેણે પોલીસ કર્મચારીઓને ઓળખી કાઢવા બદલ અને તેમને બ્રેવરી એવોર્ડઝ એનાયત કરવા બદલ હિકવિઝનનો આભાર માન્યો હતો. ‘બ્રેવરી એવોર્ડઝ’કુલ ૯ પોલીસ કર્મચારીઓને તેમની દ્રષ્ટાંતરૂપ સેવા અને ફરજ પર બહાદૂરી દર્શાવવા બદલ આપવામાં આવ્યા હતા. પોતાની ફરજ ઉપરાંત જે પોલીસ કર્મચારીઓએ અપવાદરૂપ હિંમત દર્શાવી છે તેવા બહાદૂર પોલીસ કર્મચારીઓને સલામ કરતા સમર્પિત હિકવિઝન એવોર્ડઝ ત્રણ પોલીસ કર્મચારીઓ- સબ ઇન્સ્પેક્ટર જી.પી.ઉનડકટ, સબ ઇન્સ્પેક્ટર એચ.બી.ધાંધલીયા, પીસી સંજયકુમાર બાબુભાઇ રુપાપરા અને પીએસઆઇ ડી.બી. ગઢવી, પીએસઆઇ એસ.એસ.નાયર, પીએસઆઇ કે.જે.રાણા, એએસઆઇ સી.એમ.ચાવડા, એચસી જયદેવભાઇ બોસિયા અને પીસી છનુભાઇ ગોહીલ સહિતના છ સાયબર પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. હિકવિઝન એક્સ્પો સિક્યુરિટી વ્યાવસાયિકો, નાગરિકો અને ચેનલ પાર્ટનર્સમાં સિક્યિરીટી ટેકનોલોજી જાગૃતિ લાવવાના ઉદ્દેશથી હિકવિઝન એક્સ્પોનું આયોજન કરાયું હતું. અમારા ભારતભરના પ્રથમ ચરણના ભાગરૂપે હિકવિઝન એક્સ્પો ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત (૧૯ જુલાઇ), અમદાવાદ (૨૨ જુલાઇ અને રાજકોટ (૨૪ જુલાઇ)એ યોજાયુ હતું જેમાં સિક્યુરિટી ઇકોસિસ્ટમ પાર્ટનર્સના અગત્યના હિસ્સાધારકોને આમંત્રણ અપાયું હતું. હિકવિઝન એક્સ્પોએ અદ્યતન સિક્યુરિટી અને સર્વેલન્સ, ટેકનોલોજીમાં સુધારાઓ ખાસ ઇન્ટરેક્ટિવ સત્ર અને જીવંત પ્રદર્શન દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.