ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા ગુજરાતમાં તેની વેચાણ અને સેવાઓને વધારે મજબૂત બનાવતા ગાંધીધામમાં આજે નવી ૩એસ (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) સુવિધા ‘ટોર્ક ઈસુઝુ’નું ઉદ્દઘાટન કરી રહ્યું છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ઈફ્કો કોલોનીની સામે, ટાગોર રોડ પર શહેરના તથા તેની આસપાસના વિસ્તારના તમામ ઈસુઝુ ગ્રાહકો માટે સેલ્સ અને સર્વિસની સુવિધાઓ મેળવી શકશે. નવા આઉટલેટ સાથે, ટોર્ક ઈસુઝુએ રાજ્યમાં પોતાના છ સેન્ટર ઊભા કર્યા છે.
નવા આઉટલેટને ખુલ્લો મૂકતા ઈસુઝુ મોટર્સ ઈન્ડિયાના, સેલ્સ અને માર્કેટિંગના ઉપપ્રમુખ શ્રી તાકેશી હિરાનોએ જણાવ્યું હતું કે ગાંધીધામમાં આ નવા આઉટલેટથી આ વિસ્તારમાં ઈસુઝુ વાહનોની ઊભરતી જરૂરિયાતને પૂરી પાડવામાં આવશે તેવી અપેક્ષા છે. ડી-મેક્સ એસ-કેબએ અમારા ગ્રાહકોને મૂલ્ય અને વિવિધતા પૂરી પાડે છે જેના કારણે રાજ્યમાં તે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ગુજરાત ઈસુઝુ માટે વિકસી રહેલા બજારોમાં મહત્વનું છે અને ટોરક્ય કોમર્શિયલ વ્હિકલ્સ સાથે અમે રાજ્યમાં અમારા નેટવર્કને વધારે મજબૂત બનાવી રહ્યા છીએ જેની અમને ખુશી છે.
ઈસુઝુ વાહનો આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે. જેમાં ઈસુઝુ એમયુ-એક્સ (૪ઠ૨ વેરિયન્ટ) રૂ. ૨૭,૩૧,૫૦૪, વી-ક્રોસ (સ્ટાન્ડર્ડ) રૂ. ૧૫,૫૨,૫૬૨, ડી-મેક્સ એસ-કેબ (હાઈ-રાઈડ) રૂ. ૯,૨૭,૬૦૮ અને ડી-મેક્સ રેગ્યુલર કેબ ફ્લેટ ડેક રૂ. ૭,૪૯,૨૭૭ની કિંમતે ઉપલબ્ધ છે (તમામ કિંમતો, એક્સ-શોરૂમ ગાંધીધામ).
ટોર્ક ઈસુઝુના મેનેજિંગ ડાયરેક્ટર કુરેન અમીને જણાવ્યું હતું કે, રાજ્યમાં અમારા ગ્રાહકોના બેઝમાં વધારો થઈ રહ્યો છે અને તેથી ઈસુઝુનું નવું આઉટલેટ શરૂ કરતા અમને ઘણો આનંદ થઈ રહ્યો છે. ઈસુઝુના વાહનોની નવી શ્રેણીની વિવિધતા અને પરફોર્મન્સના કારણે આ વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આ પ્રથમ પસંદગી બની જશે. અમે અમારા ગ્રાહકોનેની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું જારી રાખીશું અને તેમને હંમેશા યોગ્ય સર્વિસ પૂરી પાડશે.
નવો અત્યાધુનિક આઉટલેટ ૪,૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે જેમાં વિશાળ શોરૂમ અને આધુનિક વર્કશોપ છે જે ૩ વર્ક બાય્સ અને તદ્દન નવા સર્વિસ સાધનોથી સજ્જ છે અને ગ્રાહકોની ગાડીઓને સર્વશ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડશે. ટોર્ક ઈસુઝુ ગુજરાતમાં ૨૦૧૫થી છે જે અમદાવાદ, ભૂજ, રાજકોટ અને વડોદરામાં સેલ્સ અને સર્વિસ આઉટલેટ ધરાવે છે. ગાંધીધામમાં નવી સગવડથી આ વિસ્તારમાં ગ્રાહકોની સંખ્યા વધશે.