ડુમસના દરિયામાં ડૂબી રહેલી બહેનને બચાવવા જતા ભાઈનું મોત

661

ડુમસ ફરવા ગયેલા ભટારના એક પરિવારના સભ્યો પૈકી માસીયાઈ ભાઈ-બહેન ડુમસના દરિયામાં ભરતીના ઉતરતા પાણીમાં ડૂબી ગયા હતા. નજર સામે ડૂબી રહેલી બહેનને બચાવવા ગયેલો ભાઈ પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ભાઈ-બહેન ડૂબી ગયા હોવાની જાણ થતા સ્થાનીક માછીમારોએ બન્નેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બહેન હજુ પણ લાપતા છે. વિધિ વક્રતા કહીએ તો બહેનના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. પરિવારના સભ્યો ડુમસના દરિયાના મસ્તી કરી રહ્યા હતા. જેમાં કરીશ્માએ ડૂબતા પહેલા કરેલી મસ્તી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ભટાર રોડ વિવેકાનંદ ગાર્ડન પાસે જમના નગર ગોપાલ પાર્ક ખાતે રહેતા આશાબેન સંતોષભાઈ કટાડે તેમના સંતાનો અને તેમની બે બહેનોના સંતાનો સહિત ૮ જેટલા સભ્યો રવિવારે સાંજે ડુમસ ફરવા માટે ગયા હતા. જ્યાં આશાબેનનો પુત્ર અશ્વિન(ઉ.વ.૧૭) અને માસીયાઈ બહેન કરીશ્મા(ઉ.વ.૨૦) સહિત પાંચ ભાઈ બહેન દરિયામાં ન્હાવા માટે ગયા હતા. દરિયા ગણેશ મંદિરથી અડધોથી ૧ કિલોમીટર જેટલા અંતરે તેઓ દરિયાના પાણીમાં ન્હાતા હતા. ત્યારે અશ્વિન અને કરિશ્મા અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેથી સાથે ન્હાવા પડેલા અન્ય ભાઈ બહેનોએ બૂમા બૂમ કરતા સ્થાનિક માછીમારો દોડી ગયા હતા અને બન્નેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અશ્વિન મળી આવતા તેને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Previous articleઇસુઝુ મોટર્સ ઇન્ડિયા ગુજરાતમાં તેના નેટવર્કને મજબૂત બનાવે છે
Next articleકડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા એચઆર કોન્કલેવ યોજાઈ