કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા એચઆર કોન્કલેવ ગિફ્ટ સિટી ક્લબમાં યોજાઈ હતી. ૧૫૦થી વધુ કંપનીઓના વડાઓ તથા મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું, કે વિદ્યાર્થીઓના હિતમાં ઔદ્યોગિક સંસ્થાનો અને શિક્ષણ વચ્ચે રહેલી ખાઈને પૂરવાનો પ્રયાસ કરવાનો ઉદ્દેશ છે.
બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીએ તેમની કાઠિયાવાડી શૈલિમાં કહ્યું, કે અમે ફાટેલા કપડાં પહેર્યા અને તમે ફાડીને પહેરો છો. એમણે કહ્યું કે મારી સફળતા પાછળનું મુખ્ય કારણ મેં નિષ્ફળતાને જ મારો ગુરૂમંત્ર બનાવ્યો એ છે. કમિશ્નર ઓફ હાયર એજ્યૂકેશન એલ પી પાડલિયાએ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
પેનલિસ્ટ તરીકે ટીસીએસના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ કૌશિક ચક્રવર્તિ, સેરા સેનેટરીવેર લિમિટેડના વા. પ્રેસિડેન્ટ સંજય સુથાર, પિરામલ એન્ટરપ્રાઇઝીસ ના ચિફ મેનેજર, એચ આર, હેમલ ગજ્જર, સિલ્વર ટચના આસિસ્ટન્ટ વા. પ્રેસિડન્ટ આદર્શ પરીખ, શેખાણી ઇન્ડસ્ટ્રિઝના ડાઇરેક્ટર કોમલ શેખાણી, પ્રોવેસ ફાર્મા નોલેજના નિષોધ સક્સેના, ટાટા નેનોના પ્રદિપ્તા મોહંતિ, આઇબીએમના સુંદરી સૂર્યા, એક્સેલ કોર્પ કેરના સીઈઓ ડૉ. નિર્મલ સહાય હાજર રહ્યા હતા.