ભાવનગર પબ્લિક સ્કુલ ખાતે આર્ટ ફેસ્ટ યોજાયો

1110
bvn1922018-6.jpg

શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ભાવનગર પબ્લીક સ્કુલ ખાતે આજે આર્ટ ફેસ્ટનું આયોજન થયું હતું.
 બાળકો અને વાલીઓ માટેના આ કલાત્મક કાર્ય શિબિરમાં વિદ્યાર્થીઓએ મોટીસંખ્યામાં ભાગ લીધો હતો. આજના ઝડપી યુગમાં વાલીઓએ બાળકો સાથે સમય વિતાવવો જોઈએ તેવા ભાવ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીમાબેન ભાટીયા, મેહુલભાઈ પટેલ, આરીફભાઈ કાલવા, સાદીકભાઈ અલાણા, રફીકભાઈ સહિત ઉપસ્થિત રહ્યાં હતા. શાળાના સ્ટાફ અને ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ૧૩૦થી વધુ બાળકો અને વાલીઓએ ભાગ લીધેલ.

Previous articleસિહોરમાં ઉનાળાના આરંભે પાણીનો કકળાટ
Next articleસિહોર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ અધિકારી ની ઉણપ