૫૦ માઇક્રોનથી પાતળી પોલિથીન બેગનું ઉત્પાદન કરનારાને ૫ વર્ષની જેલ થશે

679

રાજ્યમાં ૫૦ માઇક્રોનથી પાતળી પોલિથીન બેગના ઉપયોગ સામે તવાઈ આવ્યા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૫૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગનું ઉત્પાદ્દન જ બંધ કરવા આદેશ આપવામા આવ્યો છે. અને હવે બોર્ડની ટીમ દ્વારા પણ કાર્યવાહી કરવામા આવશે. તેથી કાયદાના ભંગ બદલ ૫ વર્ષની જેલ અથવા રૂપિયા ૧ લાખ દંડ અથવા દંડ અને સજા બન્ને થઇ શકે છે.

પાર્યાવરણની સુરક્ષા માટે ૫૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ મુકવાની રાજ્યમાં સૌપ્રથમ ગાંધીનગરથી શરૂઆત કરાયા પછી રાજ્યભરમાં તેનો અમલ શરૂ કરાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૫૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગનું ઉત્પાદ્દન જ બંધ કરવા કહેવાયું છે અને હવે બોર્ડની ટીમ દ્વારા પણ કાર્યવાહી કરાશે. કાયદાના ભંગ બદલ ૫ વર્ષની જેલ અથવા રૂપિયા ૧ લાખ દંડ અથવા દંડ અને સજા બન્ને થઇ શકે છે.

પાટનગરમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે જાહેર કરેલા નવા કાયદાના પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન નિયમ ૨૦૧૬નો અમલ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં જમીનને પ્રદૂષિત કરતા તથા જીવમાત્ર માટે જોખમ ઉભુ કરતા ૫૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડી દેવાયું છે. બાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા પ્લાસ્ટિક વિરોધી દળની રચના કરીને તેને કામે લગાડી દેવાયું છે.

ગાંધીનગરથી જ વર્ષ ૨૦૧૦થી પાતળા પ્લાસ્ટિકના વપરાશ પર બાન મુકવાની શરૂઆત કરાઇ ત્યારે ૨૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવાયો હતો. ૨૦૧૩માં ૪૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર અને વર્ષ ૨૦૧૮થી ૫૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર બાન મુકાયો હતો. ૫૦ માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકની બેગનો વપરાશ કરવા મહાપાલિકામાંથી પરવાનો મેળવવા અને પ્રતિમાસ રૂપિયા ૪ હજાર ફી ભરવાની શરત મુકાઇ છે. નગરના વેપારીઓના વિરોધને પણ સાંભળવામાં આવ્યો નથી. ૫૦ માઇક્રોનથી પાતળી બેગનું ઉત્પાદ્દન કરનારાઓ સામે કાયદેસર કરવાની જોગવાઇઓ ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પણ લાગુ છે.

બોર્ડના સુત્રોના જણાવવા પ્રમાણે આ જાહેર સુચનાનો ભંગ કરનાર સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે.થોડા વર્ષો પહેલા જ્યારે રાજયમા ૫૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઝભલાનુ ઉત્પાદન શરૂ થયુ હતુ ત્યારબાદ આવા જ પ્લાસ્ટિકના કપ પણ ચલણમા આવી ગયા હતા.જોકે બાદમા આવી પ્લાસ્ટિકની ચીજોના કારણે માનવીઓના આરોગ્ય અને અન્ય બાબતે અસર કરતી હોવાની તેમજ પર્યાવરણને પણ નુકસાન થતુ હોવાની ફરિયાદો ઉઠતા તેની સામે પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો હતો. તેમ છતાં હજુ ખાનગીમા આવી બેગોનુ ઉત્પાદન થતુ હોવાનુ બહાર આવતા હવે આગામી સમયમા તે બદલ સજા કરાશે.

Previous articleST કર્મચારીઓના વિવિધ પ્રશ્નો હજુ ન ઉકેલાતા ભારે રોષ
Next articleઅંબાજીમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો, ગબ્બરની માટી ધસતા કેબિન અને બાંકડાઓ દટાયા