હાલ સિહોર માં કાયદો ને વ્યવસ્થા ચીંથરેહાલ થઈ છે છેલ્લા ઘણા સમય થી અસામાજિક તત્વો એ માથું ઊંચક્યું છે, ગુનાખોરી વધી છે. ચોરીઓ થઈ રહી છે, બાઈક કે કાર માં લાકડીઓ થી લઈ હથિયાર સહિત લઈ અસામાજિક તત્વો ફરી રહ્યા છે,સિહોર ના માથામાં દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા, મેઈન બજાર માંથી આવતા વાહનો રોંગ સાઈડ માં ચલાવાય છે,બેરોકટોક ગેરકાયદે વાહનો ફરી રહ્યા છે,ટ્રાફિક બ્રિગેડ જવાનો તથા હોમગાર્ડ જવાનો રાખયેલ છે પણ શોભાના ગાંઠીયા સમાન છે છતાં તંત્ર તમાશો જોવા માં મશગુલ છે ખરે ખર સારા અને કડક અધિકારી ની ઉણપ વર્તાઈ રહી છે , જો આમજ કાયદો ને વ્યવસ્થા કથળતી જશે તો પોલીસ નો ડર કોંઇ ને નહિ રહે હાલ પીઆઇ કક્ષા નું પોલીસ સ્ટેશન છે અને પીઆઇ ની બદલી પણ થઈ ગઈ છે ત્યારે થોડા દિવસો મા ચાર્જ છોડી બદલી સ્થળ અમદાવાદ ખાતે હાજર થશે ત્યારે સિંહોર માં કડક અધિકારી ની લોક માંગ ઉઠી છે,