૧૫ ઓગસ્ટથી ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક બસો દોડશે

574

ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે ૧૫ ઓગસ્ટથી ઈલેક્ટ્રોનિક બસ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે ૫૫ જેટલી ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. પરંતુ શરૂઆતમાં ૧૦ જેટલી બસો દોડાવવામાં આવશે. જો સફળતા બને તો અન્ય શહેરોમાં પણ અમલી બનશે.

ઈ-બસના પ્રોજેક્ટ હેઠળ સરકાર ૧૫-૪૦ સીટો ધરાવતી મીની બસો ખરીદી રહી છે. અને જો ગાંધીનગર-અમદાવાદમાં સફળતા મળે તો રાજ્યના અન્ય શહેરોમાં પણ ઈ-બસ શરૂ કરવામાં આવશે. ઈલેક્ટ્રિક પાવરથી બસો દોડતી થશે. આ મુદ્દે સરકારે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલથી કાર્બનનું ઉત્સર્જન ચોક્કસપણે ઓછું થશે. એટલું જ નહીં, ઈકોલોજિકલ સંતુલન પણ જળવાશે. ઈલેક્ટ્રિક બસો માટે સોલાર પાવર બેઝડ ઈલેક્ટ્રિક ર્ચાજિંગ સ્ટેશન હાલમાં કામચલાઉ ધોરણે ઉભા કરી દેવામાં આવ્યા છે. હાલ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે બેથી ત્રણ ચાર્જિગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.

Previous articleઅંબાજીમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો, ગબ્બરની માટી ધસતા કેબિન અને બાંકડાઓ દટાયા
Next articleબનાસકાંઠામાં આભ ફાટયુંઃ બે થી નવ ઇંચ ભારે વરસાદથી એસ.ટી. ડેપો પાણીમાં ગરકાવ