બનાસકાંઠામાં છેલ્લા ૧૨ કલાકમાં વરસેલા ભારે વરસાદથી વાવના માડકા ગામે તળાવ ફાટ્યુ છે. અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મોરિખા, વાવડી, વાઢિયાવાસ, માડકા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.નીચાણવાળા વિસ્તારમાં થઈ લોકોએ ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડ્યુ છે. બનાસકાંઠા પંથકમાં ૧૨ કલાકમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાતમાં સર્વત્ર બહુ જ સારો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ પંથકમાં ૯.૫ ઈંચ વરસાદ ખાબકયો છે. પરંતુ ભારે વરસાદ બાદ વાવના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ૯.૫ ઈંચ વરસાદથી સમગ્ર વાવ પંથક પાણીપાણી થઈ ગયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે. વરસાદમાં ખીલેલા ગીરા ધોધ અને ગિરિમાળ ધોધના દ્રશ્યો જોઈ આંખો પર વિશ્વાસ નહિ થાય. ૯.૫ ઈંચ વરસાદથી આખુ વાવ પંથક પાણી પાણી થઈ ગયું છે. વાવ તાલુકાના મોરિખા ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આ કારણે મોરિખા ગામના વાલ્મિકી પરિવારોએ શાળા અને ઊંચાંણ વાળા વિસ્તારોમાં આશરો લીધો હતો. તો વાવના હરિપુરમાં ગામમાં પણ દ્યરોમાં પાણી ઘૂસ્યા છે. વાવના વાવડી ગામની શાળા બેટમાં ફેરવાઇ ગઈ છે. ૯.૫ ઈંચ વરસાદને પગલે વાવમાં આવેલું માડકા ગામનું તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતાં વરસાદી પાણી ગામના ઘરોમાં ઘૂસ્યા છે. ગામના અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોની મદદ કરવા સરકારી ટીમ પહોંચી ગઈ છે. વાવ મામલતદારની ટીમ માડકા ગામમા પહોંચી છે, અને લોકોને બચાવી રહી છે.