ભાજપા વોટ્‌સ-એપ ગૃપ દ્વારા સન્માન સમારોહ યોજાયો

579

સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાના રહેણાંકી વિસ્તારમાં ભાજપા વોટ્‌સ-અપ ગ્રુપ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો.

ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં કાળીયાબીડ, સિદસર-૧૦ વોટ્‌સ-એપ ગૃપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાનના મિત્રોને ૧૦૦ થી વધારે સદસ્યો બનાવ્યા હોઇ તેઓનું ગૃપ દ્વારા સન્માન સમારંભ ભોજન સાથે યોજવામાં આવેલ.

ભાવનગર શહેર યુવા મોર્ચાના ઉપપ્રમુખ મૌલિકભાઇ પાઠકે ૧૬૫૦ સભ્યો નોંધણી કરેલ તથા કાળીયાબીડ વોર્ડના પ્રભારી અરૂણભાઇ પટેલ દ્વારા ૫૦૧ સભ્ય તથા શહેર ભાજપા ઉપપ્રમુખ નાહિનકાઝી દ્વારા ૫૦૧ સભ્યો તથા પૂર્વ મેયર બાબુભાઇ સોલંકીના પુત્ર પિનાકીન સોલંકી  દ્વારા ૪૮૦ સભ્યો તથા ગૃપના અન્ય ૨૫ સભ્યોએ ૧૦૦ થી ૪૦૦ સભ્યોની નોંધણી કરેલ છે. તેઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

ગૃપ એડમીન અશ્વિનસિંહ વાઘેલા દ્વારા કઇક નવીન વિચારોની આપલે થાય અને મિત્રો એકબીજાના સંપર્કમાં રહે તેવા હેતુથી ૨૦૧૪થી આ ગૃપની શરૂઆત કરવામાં આવી હતી. વિવિધ વિષયો પર મળતા રહેવું અવનવા કાર્યક્રમોનું આયોજન કરવું.

આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, અમોહભાઇ શાહ, મેયર મનભા મોરી, સનતભાઇ મોદી, પૂર્વ મેયર રીના શાહ, મહામંત્રી રાજુભાઇ બાંભણીયા, વનરાજસિંહ ગોહિલ, સંગઠનપર્વ ઇન્ચાર્જ સંજયભાઇ વેગડ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, શીતલબેન કાળીયાબીડનાં ઇન્ચાર્જ કૃષ્ણદેવસિંહ ગોહિલ, ધીરૂભાઇ બિનાબા રાયજાદા તથા ગૃપના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઇશ્વરીયામાં સહાય યોજના માર્ગદર્શન
Next articleહિંડોરણા-રાજુલાથી સાવરકુંડલા સુધીનો રોડ બિસ્માર હાલતમાં