સિહોરમાં મહમદરફીની ૩૯મી પુણ્યતિથી નિમિત્તે ભવ્ય મ્યુઝીકલ નાઇટ કાર્યક્રમ

502

મહમદ રફી સાહેબ ની ૩૯ મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય મ્યુઝીકલ નાઈટ કાર્યક્રમ

૩૧/૭ /૧૯ ને બુધવારે ભાવનગર રાજકોટ રોડ પર મહમદરફીના ચાહક એવા સિહોર ના સોડા ના વહેપારી કે જેઓ બાળપણથી જ રફી ના ચાહક છે અમીન સોડા નામથી સોડા શોપ ચલાવી ગુજરાન ચલાવતા ઉસમાનભાઈ ઉર્ફે મમુશેઠ કે જેઓ આ દરવર્ષે મહમદરફીની પુણ્યતિથિ ઉજવેછે ભવ્ય સંગીત સાથે પોતાના ઘરના પટાંગણમાં એક શામ રફી કે નામ કાર્યક્રમ યોજાશે , જેમાં સિહોર ના નગરપાલિકા કોર્પોરેટર અને ગાયક કલાકાર મુકેશભાઈ જાની (વોઇસ ઓફ રફી ), દર્શનાબેન ,જે.એલ.દવે તથા ખુબજ મોટી ઉંમરે પણ પોતાના અવાજના જાદુ  થી લોકોને તરબોળ કરનાર ભાવનગર ના અહેમદ દાદા સ્ટેજ પર પોતાની કળા પિરસશે ત્યારે આ મ્યુઝીકલ નાઈટ મહમદ રફી ની ૩૯ મી પુણ્યતિથિ નિમિતે અમીન સોડા પરિવાર તરફથી યોજાશે જેમાં મમ્મુશેઠ ના મિત્રમંડળ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

પ્રસિધ્ધ ગાયક અને વર્ષો પછી પણ તેના ચાહકો ના દિલ માં એક સ્થાન બનાવનાર રફી ની આ ૩૯ મી પુણ્યતિથિ નિમિતે આ ભવ્ય મ્યુઝીકલ નાઈટ નું આયોજન સિહોર ના ખરેખર ચાહક કે જેને આવો વિચાર આવ્યો અને મિત્રો સમક્ષ રજુ કરતા ખભે ખભા મિલાવી આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

આવોજ કાર્યક્રમ ગત વર્ષે પણ યોજવામાં આવ્યો હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં ચાહકો,તથા શહેરીજનો ઉપસ્થિત રહયા હતા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, સહિત ઉપસ્થિત રહેનાર હોય કોઈપણ મહેમાન ને અગવડતા ન પડે તેની સંપૂર્ણ જવાબદારી મમુશેઠ ના પુત્ર આલ્ફાજભાઈ સંભાળી છે.

Previous articleહિંડોરણા-રાજુલાથી સાવરકુંડલા સુધીનો રોડ બિસ્માર હાલતમાં
Next articleરાજુલાના જીવાદોરી સમાન ધાતરવાડી-૧ ડેમની ઉંચાઇ વધારવા કરાયેલી માંગણી