ફર્સ્ટ એશિયન સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ભાવેણાની પ્રાચીએ સિલ્વર, બોન્ઝ મેડલ મેળવ્યા

619

ગત તા.૨૬ થી ૨૮ જુલાઇ દરમ્યાન ઢાંકા, બાંગ્લાદેશ ખાતે યોજાયેલ ફર્સ્ટ એશિયન યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપ ૨૦૧૯માં ભાવનગરની અને હાલ વલ્લભવિદ્યાનગર, અભ્યાસ કરતી શાહ પ્રાચી મયંકકુમારે સીલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેની સામે ભારતે કુલ ૨૩ મેડલ મેળવી ચેમ્પિયન બનેવ છે.

બાંગ્લાદેશ સરકાર દ્વારા યોગાસનને ઓકિશિયલ સ્પોર્ટસ તરીકે સમાવ્યા બાદ આ પહેલી એશિયન ચેમ્પિયનશીપ યોજવામાં આવેલ હતી. આ ચેમ્પિયનશીપમાં બાંગ્લાદેશ સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ શહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતની સાંસ્કૃતિક ધરોહર યોગ વિશે સમર્પણ ભાવ વ્યક્ત કરી ભારતની આ વિરાસતને આગળ વધારવા સંકલ્પબદ્ધ થયા હતા.

આ ચેમ્પીયનશીપમાં શાહ પ્રાચીએ બે મેડલ મેળવી સમગ્ર દેશની સાથો સાથે ભાવનગર તથા નાગરિક સહકારી બેંક અને કોલેજનું નામ રોશન કરેલ છે.

Previous articleબંદર કામદારોનું સંમેલન યોજાયું
Next articleકપિરાજ જિલ્લા પંચાયતની મુલાકાતે