સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૮-૧૯ અંતર્ગત ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડ તેમજ કરચલીયા પરા વોર્ડના વિવિધ રસ્તાઓના કામોના ખાતમુહૂર્ત રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યા હતા. આ વિસ્તારના ૧૮ રસ્તાઓને આગામી દિવસોમાં પેવર રોડ તેમજ પેવિંગ બ્લોગ થકી બનાવવામાં આવશે.
જેમાં ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડના એક્સલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ આવેલ ગણેશ સોસાયટીને મુખ્ય રસ્તા સાથે જોડતા પેવર રોડનું કામ ૧૧.૮૬ લાખના ખર્ચે, જ્યારે કૃષ્ણનગર ટીપી સ્કીમમાં ખેડુતવાસ હનુમાનજીના ઓટલા ફરતો જાહેર રોડનું પેવર રોડનું કામ ૧૦.૧૦ લાખના ખર્ચે, ગુજરાત હાઉસિંગ બોર્ડની આનંદ નગર વસાહતમાં ડુંગરિયા હનુમાનજીથી મઢુલી તરફના રોડ પર આવેલ જલારામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર એક થી ડીલાઇટ પાપડ વાળા રોડને જોડતો રોડ અક્ષયભાઈ પાઠકના ઘર સુધી ના પેવર રોડનું કામ ૫.૯૩ લાખના ખર્ચે, બોરડી ગેટ, જોગીવાડ, રેલવેના પાટા (ઘંટીવાળો) પાસેના પેવર રોડનું કામ ૭.૩૧ લાખના ખર્ચે, રૂવા ટી.પી સ્કીમ નંબર ૮માં આવેલ વર્ષા સોસાયટીના રસ્તાઓને શહેર ફરતી સડક સાથે જોડતા રસ્તા પર પેવર રોડનું કામ ૧૨.૩૪ લાખના ખર્ચે, કૃષ્ણનગર ટી.પી સ્કીમમાં ખેડુતવાસ વિસ્તારના રસ્તાઓના પેવિંગ બ્લોકનું કામ ૮.૪૫ લાખના ખર્ચે, ગુજરાત હાઉસિંગ બોર્ડની આનંદ નગર વસાહતના જાહેર રસ્તાઓના પેવિંગ બ્લોકનું કામ ૧૬.૧૮ લાખના ખર્ચે, આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
જયારે કરચલીયા પરા વોર્ડના પ્રભુ તળાવ ઈબ્રાહિમ મસ્જિદથી ફાયર સ્ટેશન તરફના પેવર રોડ નું કામ ૯.૨૯ લાખના ખર્ચે, જમનાકુંડ વિસ્તારમાં આવેલ શિશુ વિહાર સ્કૂલથી જમુનાકુંડ ચોક સુધીના પેપર રોડનું કામ ૯.૭૮ લાખના ખર્ચે,જમનાકુંડ ચોકથી મ્યુનિસિપલ મટન માર્કેટ વાળા પેવર રોડનું કામ ૮.૫૫ લાખના ખર્ચે, મોતી સ્ટુડિયો સામે ખલાસી સોસાયટી પાછળ કડવા પાટીદારની વાડી સામેથી ધર્મેન્દ્ર રાઠોડના ઘર સુધીના પેવર રોડનું કામ ૭.૭૭ લાખના ખર્ચે, ખેડૂતવાસ કુંભારવાડાની સામેથી શામજી દાઢીની દુકાન સુધી ના પેવર રોડનું કામ ૫.૬૩ લાખ ના ખર્ચે, પ્રભુદાસ તળાવ બોરડી ગેટ જનતા નગર ત્રિમુખી હનુમાન મંદિરના પાછળ વાળા રોડનું પેવર રોડનું કામ ૬.૬૦ લાખના ખર્ચે, અનમોલ સ્કૂલથી જોગીવાડની ટાંકી સની કોલડ્રિન્ક સુધીનાં રસ્તાનું પેવર રોડનું કામ ૭.૦૫ લાખના ખર્ચે, ક.પરા સંઘર્ષ નગર,મફત નગરની વિવિધ શેરીઓમાં પેવિંગ બ્લોકનું કામ ૪.૬૫ લાખના ખર્ચે, આનંદવિહાર સ્કૂલથી પ્રભુદાસ તળાવ મેઈન રોડને જોડતાં જાહેરરસ્તામાં પેવિંગ બ્લોકનું કામ ૨.૦૩ લાખના ખર્ચે, ડોન ચોક પાસે એચ.ડી.એફ.સી. બેન્ક વાળા ખાંચામાં ડાબી બાજુનાં મુખ્ય રસ્તાને જોડતાં પહેલાં ખાંચામાં પેવિંગ બ્લોકનું કામ ૩.૦૯ લાખના ખર્ચે, અગરિયાવાડ, પ્રેસરોડ, અજુભાઈની કોલડ્રિન્કની દુકાન સામેના ખાંચામાં ગોહિલના મઢ પાસે પેવિંગ બ્લોકનું કામ ૧.૪૯ લાખના ખર્ચે કરવામાં આવશે.જે તમામ કામોનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે જે તે સ્થળ પર કરવામા આવ્યું હતું.