વર્લ્ડ ચેમ્પિયનશિપ ટેસ્ટ ક્રિકેટ માટે ખુબ સારી છેઃ સ્ટીવ વો

529

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોનું માનવું છે કે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં રોમાંચ લાવશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત એક ઓગસ્ટથી રમાનારી પ્રથમ એશિઝ ટેસ્ટ મેચની સાથે થશે. ટૂર્નામેન્ટમાં વિશ્વની ટોપ ૯ ટીમો બે વર્ષ સુધી કુલ ૭૧ મેચ રમશે. ટોપ-૨ ટીમ જૂન ૨૦૨૧મા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાશે અને વિજેતાને ટાઇટલ આપવામાં આવશે. આ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો ઈંગ્લેન્ડમાં રમાશે.

વોએ જણાવ્યું, ’હું સમજુ છું કે ટેસ્ટ ક્રિકેટ માટે આ સારૂ પગલું છું.’ એક કેપ્ટનના રૂપમાં વોની જીતની ટકાવારી ૭૧.૯૩ છે, જે ૧૦થી વધુ ટેસ્ટ મેચોમાં પોતાના દેશની આગેવાની કરનાર કોઈપણ ટીમના ખેલાડીથી વધુ છે. તેઓ માને છે કે જો પોતાના સમયમાં આ ટૂર્નામેન્ટ શરૂ કરવામાં આવી હોત તો તેની જીતને વધુ મહત્વ મળ્યું હોત.

વોએ કહ્યું, ’હું ૧૮ વર્ષ સુધી રમ્યો અને ઘણા લોકોએ કહ્યું કે, અમે વિશ્વની નંબર ૧ ટેસ્ટ ટીમ હતા, પરંતુ મને લાગે છે કે જ્યાં સુધી તમે ટ્રોફી પકડતા નથી કે તમે ફાઇનલ મેચ રમતા નથી ત્યાં સુધી તમે ચોક્કસ હોતા નથી. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટને તેની જરૂર છે.’

Previous articleસુનીલ ગાવસ્કરના ટોણા પર બોલ્યા માંજરેકરઃ ટીમ વિશ્વકપમાં ખરાબ નથી રમી
Next articleભારત સામે કેરેબિયન ક્રિકેટરો દ્વારા લડતભરી રમતની આશા : રિચર્ડસ