કોગ્રેસે હજી પ્રજા સમક્ષ પોતાને સાબિત કરવી પડશે ફુલાવાથી નહીં ચાલે
ભાજપની રર વર્ષના શાસનમાં પ્રજાના પ્રશ્નો જે હજી વણઉકેલાયા છે અને ભાજપની નીતિઓથી પ્રજાને સહન કરવાનું આવ્યુ છે તેવા તમામ પ્રશ્નો કોંગ્રેસે ઉઠાવવા પડશે થોડીક બેઠકો વધુ મળી જવાથી પુરુ થવાનું નથી. વળી કોંગ્રેસમાં આ બાબતે સૌથી વધુ સારા નેતા ગણી શકાય તેવા શક્તિસિંહ ગોહિલ વિધાનસભાની બહાર છે તેથી તેમનું માર્ગદર્શન બહારથી જ મળવાનું છે. બીજી તરફ નવા -યુવાનો ખરા પણ હજી પરીપકતા બાકી હોય તેવા નેતાઓએ પોતાને સાબિત કરવા પડશે અને સાથે સાથે કોંગ્રેસને પણ કે તેઓ માત્ર બેઠકો, ચૂંટણી, પુરતા જુમલા માટે નહી પણ ખરા અર્થમાં લોકશાહી અને પ્રજાના પ્રશ્નોને લઈ ચાલીએ છીએ અને તે નિષ્ઠાથી કોંગ્રેસ કરશે તો રિપોર્ટ વાળી આ સરકારનું રિપોર્ટ ખોરવાઈ શકે છે. પરંતુ તેની પાછળ સાચી મહેનતની જરૂર છે. મોટા ભાગનું કામ પ્રજાએ કરી આપી કોંગ્રેસનું કામ સહેલું કરી દીધું છે. હવે માત્ર છેલ્લા હથોડો બાકી હોય તેમ કોંગ્રેસે પ્રજાના ખરા સેવકની જેમ દરેક બાબતોને ઉઘાડી પાડવી પડશે. રર વર્ષના શાસનમાં કોઈને જવાબ નહીં આપનાર પાસે જવાબ માંગવાના દિવસો આવ્યા હોવાથી તે મુજબ કરીને પણ તેમણે પ્રજાનો વિશ્વાસ જીતવા મહેનત કરવી પડશે અને સાબિત થવું પડશે.
કોંગ્રેસના કેટલાક નેતા હજી ભાજપને અંદરખાને બચાવશે તો કોંગ્રેસ ઠેરની ઠેર
ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ રહી છે સામા પક્ષમાંથી મહત્વના નેતાને જ પોતાના તરફી કામ કરતા કરી દેવાના જેથી પ્રજા સુધી કોઈ પ્રશ્ન પહોંચે નહી ભલે ને પછી ગમે તેવો મોટો પ્રશ્ન હોય જેમ કે નલીયાકાંડ જેવો ગંભીર પ્રશ્ન પણ ભૂતકાળમાં થયો હતો. હવે શંકરસિંહ નથી તો પછી ભાજપને કોણ બચાવશે તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય જરૂર છે. પરંતુ અનુભવે હજી તેમને કોંગ્રેસમાં કેટલાક જુના લોકો સાથે સારા સંબંધ હોઈ તે કોંગ્રેસને બદલે ભાજપને સાચવવાની ભૂમિકા ભજવશે તો કોંગ્રેસ માટે પ્રશ્ન ત્યાને ત્યા જ ઉભો રહેશે અને ભાજપને ઘેરવાનો ફિયાસ્કો જરૂર થશે પરંતુ તેની સામે રાહુલની કડક નીતિ કામ કરશે તો આવા અમીચંદો ખાસ કંઈ પોતાનું વજૂદ બતાવી શકવાના નથી. પરંતુ લાલચ બુરી ચીઝ હૈ.. સત્તા સાથે રહી કંઈક નાણા કમાઈ પોતાનું ભલુ કરવાવાળાની કયાં ખોટ છે અને રાજય સભાની ચૂંટણીવખતે પ્રજાએ તે બધુ જોયુ પણ છે કે ભાજપમાં કેટલી નૈતિકતા છે અને કોંગ્રેસમાં આવા કેટલાંક તત્વો છે પરંતુ મોટાભાગનો કચરો સાફ થઈ ગયો હોવાથી સરળતાથી ભાજપને વિધાનસભા પસાર થઈ જાય તેવું કદાચ ન પણ બને અને ભાજપનો આંતરિક વિવાદ પણ હવે છેલ્લી તકને બહાને ભાજપને બદલે કોંગ્રેસને મદદ કરવાનું પણ વલણ કેટલાક ધરાવે તો ભાજપને એસીમાં પણ પરસેવો વળી જાય તેવું થવાનું જરૂર છે. જોઈએ દિલ્હી કયાં દૂર છે આજથી જ આ રમત શરૂ થવાની છે. કાઉન્ટ ડાઉન શરૂ….
જવાબને બદલે પ્રજાના વકિલની જેમ કોંગ્રેસને ભાંડનાર ભાજપે જવાબ આપવા પડશે
સામાન્ય રીતે પ્રજાના ચુકાદાને આગળ કરી પ્રજા વતી ભાજપના પ્રવકતા તમામ એવું કહેતા સાંભળવા જોવા મળે છે કે તેઓ સત્તાથી દૂર હોવાથી આ પ્રકારની વાતો કરે છે. પરંતુ લોકશાહીમાં વિરોધપક્ષની ભૂમિકા જ છે કે સત્તાધારી પક્ષને પ્રશ્નો કરવા, ખોટા હોય તો હાઈલાઈટ કરવા તથા પ્રજાને વફાદાર રહી કામ કરવું. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે એવું પણ કહી શકાય તેમ નથી વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખના વતનમાં લોકોએ કોંગ્રેસને જીતાડી છે અને ભાજપના ૧પ૦+ ને ૧૦૦ અંદર સિમિત કરી પ્રજાએ એવો ચૂકાદો આપ્યો છે કે હવે તે સ્ટ્રેટેજીને બદલે જવાબ આપવા પડશે. કોંગ્રેસના શાસનની વાતો કરનાર ભાજપને પણ હવે રર વર્ષ જેટલો લાંબો સમય ગાળો થઈ ગયો છે. તેમાં તેઓએ શું કર્યું તેનો જવાબ માંગવા કોંગ્રેસે હવે એક સક્ષમ ટીમ સામે મુકી છે. ત્યારે ભળતા જવાબ આપવા અને કોઈને જવાબ નહીં આપવાની ભાજપની સ્ટ્રેટ્જી હવે ભારે પડે તો નવાઈ નહીં. પોતે શું કર્યું તે કહેવું પડશે બહુમતિ વધુ હતી ત્યારે બહુમતીના જોરે લોકશાહીની પ્રણાલીઓને નેવે મુકવાની કોઈ વાત હવે ચાલી શકે તેમ નથી. જેથી હવે જવાબ આપવા પડશે અને તે થોડું કઠણ લાશે. પરંતુ સમય બદલાતાં વાર નથી થતી તે ભૂલાઈ ગયું હતું તે ફરી તાજું થશે.
રાજકીય માણસો પોતાનો રોટલો શેકવામાં પડ્યા છે જ્યારે સામાન્ય માણસોનો વિશ્વાસ બેન્કો તરફ ઉઠી રહ્યો છે
રાજકીય માણસો પોતાનો રોટલો શેકવામાં પડ્યા છે જ્યારે સામાન્ય માણસોનો વિશ્વાસ બેન્કો તરફ ઉઠી રહ્યો છે.મહાકબાડેબાજ વિજય માલ્યા બૅંકોને સાડા નવ હજાર કરોડ રૂપિયામાં નવડાવીને છૂ થઈ ગયો તેનો ઘા હજુ ભરાયો નથી. લોકોના પરસેવાની કમાણીથી તગડી થયેલી બૅંકોના અધિકારીઓએ આ રકમ તેમના બાપનો માલ હોય એમ માલ્યાને ખૈરાત કરી દીધી ને માલ્યા એ પૈસે જલસા કરીને પછી ઉડનછૂ થઈ ગયો. માલ્યાને પાછો લાવવાના નામે નાટકો ચાલી રહ્યા છે ને સરકારથી માંડીને સીબીઆઈ ને બૅંકોથી માંડીને બાબુઓ સુધીના બધા આપણને રીતસર ઉલ્લુ બનાવી રહ્યા છે ત્યાં માલ્યાનું કૌભાંડ ફાસફૂસિયું લાગે તેવું નવું કૌભાંડ સામે આવી ગયું છે. આ કૌભાંડ નીરવ મોદી ને મેહુલ ચોકસી નામના ગુજરાતી મામા-ભાણિયાની જોડીએ કર્યું છે ને બંનેએ મળીને પંજાબ નેશનલ બૅંક (પીએનબી)ને ૧૧ હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે રકમનો ચૂનો લગાડી દીધો. માલ્યાનું કૌભાંડ બહાર આવેલું ત્યારે સૌને લાગતું હતું કે આ દેશમાં હવે માલ્યાથી મોટો કબાડિયો ને કૌભાંડબાજ બીજો કોઈ નહીં આવે, પણ મોદી-ચોકસીની જોડીએ આ માન્યતાને ખાટી પાડી. બંને બૅંકોનું કરી નાખવામાં માલ્યાના પણ બાપ સાબિત થયા. મહાકબાડેબાજ વિજય માલ્યા બૅંકોને સાડા નવ હજાર કરોડ રૂપિયામાં નવડાવીને છૂ થઈ ગયો તેનો ઘા હજુ ભરાયો નથી. લોકોના પરસેવાની કમાણીથી તગડી થયેલી બૅંકોના અધિકારીઓએ આ રકમ તેમના બાપનો માલ હોય એમ માલ્યાને ખૈરાત કરી દીધી ને માલ્યા એ પૈસે જલસા કરીને પછી ઉડનછૂ થઈ ગયો. માલ્યાને પાછો લાવવાના નામે નાટકો ચાલી રહ્યા છે ને સરકારથી માંડીને સીબીઆઈ ને બૅંકોથી માંડીને બાબુઓ સુધીના બધા આપણને રીતસર ઉલ્લુ બનાવી રહ્યા છે ત્યાં માલ્યાનું કૌભાંડ ફાસફૂસિયું લાગે તેવું નવું કૌભાંડ સામે આવી ગયું છે. આ કૌભાંડ નીરવ મોદી ને મેહુલ ચોકસી નામના ગુજરાતી મામા-ભાણિયાની જોડીએ કર્યું છે ને બંનેએ મળીને પંજાબ નેશનલ બૅંક (પીએનબી)ને ૧૧ હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે રકમનો ચૂનો લગાડી દીધો. માલ્યાનું કૌભાંડ બહાર આવેલું ત્યારે સૌને લાગતું હતું કે આ દેશમાં હવે માલ્યાથી મોટો કબાડિયો ને કૌભાંડબાજ બીજો કોઈ નહીં આવે, પણ મોદી-ચોકસીની જોડીએ આ માન્યતાને ખાટી પાડી. બંને બૅંકોનું કરી નાખવામાં માલ્યાના પણ બાપ સાબિત થયા.કૉંગ્રેસના શાસનકાળમાં કૌભાંડો થયેલાં તેવી વાત બૌદ્ધિક નાદારીપણાનો નમૂનો છે. કૉંગ્રેસના શાસનમાં કૌભાંડો થયાં એટલે તમારા શાસનમાં કૌભાંડો થવાં જોઈએ ? કૉંગ્રેસીઓ કૌભાંડી હતા એટલે તો લોકોએ તમને સત્તા સોંપી ને તમે પાછી એ જ કૉંગ્રેસના શાસનમાં આમ થયું ને તેમ થયું તેવી રેકર્ડ વગાડવાના હો તો તેનો અર્થ ખરો ? ભાજપનો બચાવ એ રીતે શરમનજનક કહેવાય. ભાજપની સરકારે ખરેખર તો કૌભાંડીઓને પકડીને તેમને દર કરવા જોઈએ ને તેમની પાસેથી બૅંકોનાં નાણાં ઓકાવવાં જોઈએ તેના બદલે ભાજપ આવી ફાલતું વાતો કરે છે એ જોઈ આઘાત લાગે છે.