ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય પ્રશંસકોને આકર્ષવા ઓસ્ટ્રેલિયા અધધધ…૨૩.૪ કરોડ રૂ. ખર્ચશે

508

ટી-૨૦ વર્લ્ડ કપ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાશે. ફેબ્રુઆરી-માર્ચમાં પહેલા વુમન્સ ટી-૨૦ વર્લ્ડકપ યોજાશે. આ ટૂર્નામેન્ટ પહેલા ભારતીય દર્શકોને આકર્ષવા માટે ઓસ્ટ્રેલિયા ૨૩.૪ કરોડ રૂપિયા વિજ્ઞાપનો પર ખર્ચ કરશે. વિજ્ઞાપન અભિયાન આવતા મહીનાથી શરૂ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના પર્યટન મંત્રી સાઈમન બર્મિંઘમે કહ્યું કે, આ અભિયાનથી તેઓ ભારતીય પર્યટકો સુધી પોતાની પહોંચ વધારવાનો પ્રયાસ કરશે.

બર્મિંઘમે કહ્યું કે, ભારત પહેલાથી જ ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપથી આગળ વધતું પર્યટન બજાર છે. આ બજાર અંદાજે ૮૦૭૧ કરોડ રૂપિયાનું છે.

વિજ્ઞાપન અભિયાનનો ઉપયોગ મહિલા અને પુરુષો બન્ને ટૂર્નામેન્ટ માટે કરવામાં આવશે. જેનાથી ભારતમાં ઓસ્ટ્રેલિયાની પર્યટન અપીલને વધારી શકાય.

ભારતીય ટીમ એક વખત ટી-૨૦ વર્લ્ડકપ જીતી છે. ૨૦૦૭માં ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ ટીમ ૨૦૧૪ ફાઈનલ સુધી પહોંચી, પરંતુ તેને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, યજમાન ઓસ્ટ્રેલિયા હજુ સુધી ચેમ્પિયન બની શક્યું નથી. વેસ્ટઈન્ડિઝ સૌથી વધારે બે વખત જીત્યું છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડને પણ એક એક વખત જીત મળી છે.

Previous articleભારત સામે કેરેબિયન ક્રિકેટરો દ્વારા લડતભરી રમતની આશા : રિચર્ડસ
Next articleગ્લોબલ ટી-૨૦ લીગમાં ગેલનો ધમાકો, અણનમ સદી સાથે ૧૨ છગ્ગા ફટકાર્યા