અમદાવાદમાં નકલી પોલીસ બનીને તોડ કર્યો હોય તેવા કિસ્સાઓમાં વધારો થયો છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એક શખ્શને બે વ્યક્તિઓએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ હોવાની ઓળખ આપીને રૂપિયા ૪૦,૦૦૦ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ કાગડાપીઠ પોલીસે આરોપી મોસીનખાણ ફરહાનખાન પઠાણની ધરપકડ કરી લીધી છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
છેલ્લા થોડા સમયથી નકલી પોલીસ બનીને તોડ કર્યો હોય તેવા બનાવો ઘણા બન્યા હશે પરંતુ મોસીનખાન ફરહાનખાન પઠાણ કે જેણે ગઈકાલે એક કાર ચાલકને આંતરીને તેનું અપહરણ કર્યું અને ક્રાઈમ બ્રાંચમાંથી આવું છું. ‘તને ખોટા કેસમાં ભરવી દઈશ’ તેમ કહીને કાર ચાલક પાસેથી રૂપિયા ચાલીસ હાજર પડાવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે.
અમદાવાદના કાંકરિયા નજીક આવેલ શ્રેયસ ચાર રસ્તા પાસે એક કાર ચાલકને રોકીને બે શખ્શોએ ક્રાઈમ બ્રાંચમાંથી આવું છું તેમ કહીને રૂપિયા પડાવી લેવાની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વિસ્તારના સીસીટીવ ફૂટેજના આધારે આરોપી મોસીન ખાન ફરહાન ખાન પઠાણને દબોચી લીધો છે પરંતુ અન્ય એક આરોપી હાલ પોલીસ પકડથી ફરાર છે.
નકલી પોલીસ બનીને રોફ જમાવનારા મોસીનખાન ફરાહખાન પઠાણને હાલ પોલીસે ઝડપી લીધો છે અને તેના અન્ય એક સાગરીતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ અન્ય ચાર જેટલા ગુનોઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.