ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે આજે વિશ્વની હાઈ કેપેસીટી કન્ડકટરની ચકાસણી માટેની ટેસ્ટીંગ લેબોરેટરીનું ભૂમિપૂજન અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
કેનેડાના સાયન્સમંત્રી ક્રિસ્ટી ડંકન તથા ગુજરાતના મંત્રી સૌરભભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
લેબોરેટરીની આધારશીલાનું અનાવરણ કેનેડાના સાયન્સ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિશ્વની આ પ્રકારની સૌપ્રથમ લેબ બનશે. હાલ લો-કન્ડકટર કેપેસીટીના ટેસ્ટીંગની સુવિધા કેનેડા ખાતે છે.