ઐતિહાસિક ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં આખરે પાસ થયું

467

મુસ્લિમ મહિલાઓથી એક સાથે ત્રણ વખત તલાક બોલીને તલાક લેવાને અપરાધ ગણનાર ઐતિહાસિક ત્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું હતું. આની સાથે જ કુપ્રથાનો અંત આવી ગયો છે. આની સામે લાંબી કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. રાજ્યસભામાં આ બિલ પસાર થવાની સાથે જ મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકથી સ્વતંત્રતા મળી ગઈ છે. રાજ્યસભામાં આ બિલ ૮૪ની સરખામણીમાં ૯૯ મતે પાસ થઇ ગયું છે. બિલની તરફેણમાં ૯૯ અને વિરોધમાં ૮૪ સાંસદોએ મતદાન કર્યું હતું. બહુજન સમાજ પાર્ટી, પીડીપી, ટીઆરએસ, જેડીયુ, અન્નાદ્રમુક અને ટીડીપી જેવા પક્ષો વોટિંગમાં જોડાયા ન હતા જેથી સરકારે આ બિલને સરળતાથી પાસ કરાવી લીધું હતું. બિલની મંજુરીથી વિપક્ષની કમજોરી પણ સપાટી ઉપર આવી ગઈ હતી. કોંગ્રેસ પાર્ટી અનેક મહત્વપૂર્ણ દળોને પોતાની સાથે રાખવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યસભામાં આ બિલ પાસ થવાની સાથે જ કાનૂન બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. હવે રાષ્ટ્રપતિથી મંજુરી મળી ગયા બાદ આ કાનૂન તરીકે લાગૂ થઇ જશે. આ પહેલા બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાના પ્રસ્તાવ ૧૦૦ની સરખામણીમાં ૮૪ મતે પડી ગયા હતા. આ બિલને મંજુરીની સાથે જ સરકારે સાબિતી આપી છે કે, તેની ફિલ્ડિંગ રાજ્યસભામાં પણ મજબૂત રહી હતી. બિલનો વિરોધ કરનાર જેડીયુ, ટીઆરએસ, બસપ અને પીડીપીએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રાજ્યસભામાં આ બિલ પાસ થવાની સાથે જ મોદી સરકારની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ રહી છે. કારણ કે, રાજ્યસભામાં બહુમતિ ન હોવા છતાં આ બિલ પાસ થઇ ગયું છે. આ પહેલા કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક ઉપર ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, હજારો વર્ષ પહેલા પેગંબરે પણ આના ઉપર કઠોરરીતે પ્રતિબંધ મુક્યો હતો અને આને અયોગ્યરીતે ગણાવીને વિરોધ કર્યો હતો પરંતુ અમને ત્રિપલ તલાકને ખતમ કરવા માટે ઘણો સમય લાગી ગયો છે. રવિશંકર પ્રસાદે હિન્દુ મેરેજ એક્ટ સહિત અનેક કાનૂનોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ૧૯૫૫માં જ્યારે આ કાનૂન બન્યો ત્યારે પતિની વય ૨૧ વર્ષ અને પત્નિની વય ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી હતી.

૫૫ વર્ષ પહેલા કોંગ્રેસે એ બાબત નક્કી કરી હતી કે, અમે આ કામની સાથે ખુબ યોગ્ય છીએ. કાનૂન મંત્રીએ કહ્યું હતું કે, પરિવાર કઇરીતે ચાલશે તે  બાબત અંગે વિચારણા કોંગ્રેસ સરકારે દહેજ એક્ટ બનાવતી વેળા કેમ કરી ન હતી. કોંગ્રેસ સરકારે ૧૯૬૧માં દહેજની સામે કાનૂન લાવવા માટે કામ કર્યું હતું. દહેજ લેવા પર પાંચ વર્ષની સજા અને માંગવા પર બે વર્ષની સજા કરવામાં આવી હતી. ૧૯૮૬માં આને બિનજામીનપાત્ર અપરાધ તરીકે જાહેરાત કરવામાં આવી હતી તે વખતે એવી કોઇ વિચારણા કરવામાં આવી ન હતી કે, પરિવાર કઇરીતે ચાલશે. કાનૂન તમામ ઉપર લાગૂ થાય છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા સારા હિત માટેના બિલ માટે અડચણો ઉભી કરે છે. શાહબાનો પ્રકરણની યાદ અપાવતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ૧૯૮૬માં બે દિવસ સુધી તારીખ મોહમ્મદ ખાનનું ભાષણ ચાલ્યું હતું. આટલી હિંમત કોંગ્રેસ સરકાર આખરે દહેજ ઉત્પીડનના અપરાધને બિનજામીનપાત્ર બનાવે છે અને શાહબાનોના મામલામાં પીછેહઠ કરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ૨૫મી જુલાઈના દિવસે લાંબી ચર્ચા બાદ ત્રિપલ તલાક બિલને પાસ કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ત્રીજી વખત ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું. અગાઉ બે વખત રાજ્યસભામાં આ બિલ અટવાઈ પડ્યું હતું અને આગળ વધી શક્યું ન હતી પરંતુ આજે રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઇ ગયું હતું. ઓગસ્ટ ૨૦૧૭માં ત્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો હતો. મોદી સરકારની પ્રથમ અવધિમાં બે વખત આ બિલને મંજુરી મળી હતી પરંતુ રાજ્યસભામાં બિલ અટવાયું હતું. અગાઉ ખુબ જ ચર્ચાસ્પદ અને જટિલ ત્રિપલ તલાક બિલ ઉપર લોકસભામાં ચર્ચા શરૂ થઇ હતી. ત્રિપલ તલાક બિલને પસાર કરવાના કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી વખત પ્રયાસ થઇ રહ્યા હતા. અગાઉ બે વખત સરકાર દ્વારા ત્રિપલ તલાક બિલને પસાર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ સફળતા હાથ લાગી નથી. અગાઉ પણ લોકસભામાં બે વખત ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ જુદાજુદા વાંધાઓના કારણે અટવાઈ પડ્યું હતું. આ વખતે પણ ભાજપના લોકો અને સરકાર ત્રિપલ તલાક બિલને પાસ કરવા માટે પહેલાથી જ આશાવાદી બનેલી હતી.

૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં આ મામલો અટવાઈ પડ્યો હતો. ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પણ લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તે વખતે પણ આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું હતું પરંતુ આજે ૩૦મી જુલાઈના દિવસે આ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.

Previous articleકેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થ લાપતા થતા ચકચાર
Next articleરાજુલા-જાફરાબાદની પ્રા.શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગણી