જાફરાબાદના નાગેશ્રી ગામમાં આવેલ કન્યાશાળામાં શિક્ષકોની ઘટ તેમજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી બાબતે ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી છે.
નાગેશ્રીના આગેવાન કનુભાઇ વરૂએ શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે નાગેશ્રી ગામમાં આવેલ કન્યાશાળામાં ૪ શિક્ષકોની ઘટ છે જેથી શિક્ષણ પર ભારે અસર જોવા મળે છે. આથી તાકીદે શિક્ષકોની જગ્યા ભરવા રજુઆત કરાઇ છે.
તો નાગેશ્રીની પ્રાથમિક શાળામાં શિક્ષકો નિયમિત હાજર રહેતા નથી મોટાભાગના શિક્ષકો અપડાઉન કરે છે. નિયમિત પહોંચી શક્તા નથી અને ગેરહાજર રહે છે. આથી નિયમિત શિક્ષકો આવે તેવી રજૂઆત કરાઇ છે.
એવીજ હાલત રાજુલા તાલુકાની પણ છે, તેેમજ કિસાન મોરચાના જિલ્લા ઉપપ્રમુખ કનુભાઇ વરૂ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી છે. કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતે ગંભીર પ્રશ્ન હલ નહીં થાય તો જલદ આંદોલન કરવા મજબુર થવું પડશે.